ટી૨૦ ચેમ્પિયનશીપમાં ભાગ લેનારને કોરોના ટેસ્ટના પૈસા ચુકવવા પીસીબીએ કહૃાું

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે રાષ્ટ્રીય ટી૨૦ ચેમ્પિયનશીપમાં ભાગ લેનાર ૨૪૦ ખેલાડીઓ, અધિકારીઓ અને અન્ય હિતધારકોને કોરોનાના ટેસ્ટ માટે ચૂકવણી કરવા માટે કહૃાું છે. બોર્ડ અનુસાર રાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં ભાગ લેનાર પ્રત્યેક ખેલાડી અને અધિકારીઓનાં બે કોરોના ટેસ્ટ નેગેટિવ આવવાં જરૂરી છે. આ ટુર્નામેન્ટ ૩૦ સપ્ટેમ્બરથી રાવલિંપડી અને મુલ્તાનમાં શરૂ થશે. પીસીબીએ કહૃાું કે, બીજા કોવિડ ટેસ્ટનાં પૈસા તે આપશે.
પીસીબી સુત્રોએ કહૃાું કે, ખેલાડીઓ, અધિકારીઓ અને હિતધારકોને પ્રથમ કોરોના ટેસ્ટના પૈસા જાતે જ આપવા પડશે. આમ સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનનો કંગાળ છે જ પણ સાથે જ તેના ક્રિકેટ બોર્ડની તિજોરીઓ પણ તળિયાઝાટક છે. અને ખેલાડીઓને પોતાના જ પૈસા પર કોરોના ટેસ્ટ કરાવવાની નોબત આવી છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઝિમ્બાબ્વે સામે આગામી ઈન્ટરનેશનલ સીરિઝમાં જૈવિક રીતે સુરક્ષિત માહોલ તૈયાર કરવા માટે ઈંગ્લેન્ડ તેમજ વેલ્સ ક્રિકેટ બોર્ડની સલાહ માગી છે. ઈંગ્લેન્ડે બાયો બબલ બનાવવીને પાકિસ્તાનની યજમાની કરી હતી. ઝિમ્બાબ્વેની ટીમ ૨૦ ઓક્ટોબરે પાકિસ્તાન પહોંચવાની છે જે બાદ પીસીબી દ્વારા મુલ્તાન અને રાવલિંપડીમાં ટી૨૦ અને એક દિવસીય ઈન્ટરનેશનલ મેચોનું આયોજન કરવાની સંભાવના છે.