ટી-શર્ટ ઉતારતા વિડીયોને લઇ નિક જોનાસ ચર્ચામાં

આંતરરાષ્ટ્રીય સેલેબ્રિટી બની ચૂકેલી પ્રિયંકા ચોપડા જોનાસનો પતિ અને અમેરિકન ગાયક નિક જોનાસ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. બંને સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે. નિક પણ તેના ફોટા સાથે વીડિયો શેર કરતો રહે છે. ત્યારે હાલમાં જ નિકે એક વીડિયો શેર કર્યો છે, જેના કારણે તે ફરીથી ચર્ચામાં આવ્યો છે. જો કે આ વખતે વીડિયો જોયા પછી ફેન્સ હતાશ થઈ ગયા છે અને કહી રહૃાા છે કે આ તો દગો દીધો.
તો આ વખતે કંઈક એવો વીડિયો વાયરલ કર્યો કે નિક જોનાસે જનતા સાથે ચીિંટગ કરી છે. નિકે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે સિલ્હુટ ચેલેન્જને લઈને એક વીડિયો બનાવ્યો છે. વીડિયોની શરૂઆતમાં નિક પોઝ આપતો જોવા મળી રહૃાો છે અને ટી-શર્ટ ઉતારવાનું શરૂ કરે છે, પરંતુ જેમ જેમ પ્રકાશ બદલાઈ છે, ત્યારે વીડિયોમાં એક અન્ય વ્યક્તિ ટી-શર્ટથી લેસ દેખાઈ રહૃાો છે.
ફેન્સ આ વીડિયો જોયા પછી કોમેડી કોમેન્ટ કરી રહૃાા છે. ફેન્સને પહેલાં એવું હતું કે આ ચેલેન્જમાં નિકનો હોટ લૂક જોવા મળશે, પરંતુ આવું થયું નહીં. હવે તેના ચાહકો વીડિયો પર ટિપ્પણી કરી રહૃાા છે અને કહી રહૃાા છે કે આ તો દગો થઈ ગયો. ઉલ્લેખનીય છે કે સિલ્હુટ ચેલેન્જમાં સેલેબ્સ પહેલા પ્રકાશમાં દેખાય છે અને પછી થોડીવાર પછી લાઈટ બદલાતાં જ માત્ર તેમનો પડછાયો જોવા મળે છે.