ટી-૨૦ સિરીઝમાં કોહલી ઇંગ્લેન્ડ વિરુદ્ધ ખુલીને રમે: લક્ષ્મણ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેસ્ટમેન વીવીએસ લક્ષ્મણનું કહેવું છે કે, ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટી૨૦ સીરિઝમાં ખુલીને રમવું જોઇએ. લક્ષ્મણ અનુસાર, ભારતનો બેટિંગ ઓર્ડર મજૂબત છે. એટલા માટે કોહલીએ ખુલીને રમવું જોઇએ અને પોતાના સ્ટ્રોક્સ લગાવવા જોઇએ.

કોહલી આંતરરાષ્ટ્રીય ટી૨૦ ક્રિકેટમાં ૩૦૦૦ રનથી ૮૨ રન દૂર છે. કોહલી આવું કરશે તો તે ટી૨૦માં ૩૦૦૦ રન બનાવનારો પ્રથમ બેસ્ટમેન બની જશે. લક્ષ્મણનું કહેવું છે કે, મારું માનવું છે કે કોહલી શ્રેષ્ઠ ખેલાડી છે અને ભારતીય બેટિંગ ઓર્ડર ઘણો મજબૂત છે. કોહલીએ ખુલીને રમવું જોઇએ અને તેની ક્ષમતા અનુરૂપ રમવું જોઇએ.

લક્ષ્મણે આગળ કહૃાું કે, તેણે એક્ધરની ભૂમિકા ભજવવાની જરૂર નથી. કેમ કે, અમે બધા જાણીએ છીએ કે તે વિસ્ફોટક બેસ્ટમેન છે. તે હકારાત્મક રીતે રમશે તો તેનાથી તેનું સ્ટ્રાઇક રેટ વધશે અને તેની રિધમ બધા માટે લાભદાયી રહેશે. કોહલી એક મેચ વિનર છે.

સાથે તેણે કહૃાું કે, રોહિત શર્મા અને રાહુલને ઓપિંનગમાં ઉતાર્યા બાદ ટીમ પાસે શ્રેયસ અય્યર, હાર્દિૃક પંડ્યા અને ઋષભ પંત જેવા બેસ્ટમેન રહેશે. આથી કોહલીએ ખુલીને રમવું જોઇએ અને જ્યારે તે આવું કરે છે તો તે ખતરનાક ખેલાડી બની જાય છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શુક્રવારથી પાંચ મેચોની ટી૨૦ સીરિઝની પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.