ટેકાના ભાવથી તુવેર ચણા અને રાયડાની ખરીદી કરાશે

અમરેલી, કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલે જણાવેલ કે ચાલુ વર્ષે ચણા સહિત રવિ સીઝનના પાકોનું રવિ પાકોનું વધુ વાવેતર થવાથી રાજય સરકાર ખેડુતો પાસેથી તુવેર ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરશે પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકારે તુવેર માટે પ્રતિ 20 કિલોના રૂા.1260, ચણા પ્રતિ 20 કીલો રૂા.1046, રાયડો પ્રતિ 20 કિલો રૂા.1010 લઘુતમ ટેકાના ભાવ જાહેર કરેલ છે.જેમાં તુવેર તા.15/2/2022 અને ચણા તથા રાયડાની ખરીદી તા.1/3/22 થી રાજય સરકાર દ્વારા નિયુકત ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લી.અમદાવાદ દ્વારા કરવામાં આવશે.