ટેકાના ભાવે ખરીદાતી મગફળી બારદાનમાં 30 કિલો ભરવા હુકમ

  • ખેતી નિયામક ગાંધીનગર દ્વારા કરવામાં આવેલ રજુઆતને પગલે પુરવઠા નિગમનો નિર્ણય

અમરેલી,
ખેતી નિયામક ગાંધીનગર દ્વારા ગુજરાતમાં મગફળીના ખરીદ કેન્દ્રો ઉપર ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે બારદાનમાં 35 કિલોગ્રામને બદલે 25 કે 30 કિલો ભરતી કરવા જણાવેલ છે જેથી ભારત સરકારના સંયુક્ત સચિવ સાથે ચર્ચા કરી જ્યાં સુધી બીજી કોઇ મંજુરી ન મળે ત્યાં સુધી 30 કિલોની ભરતી રાખવા જણાવાતા ગુજરાત નાગરીક પુરવઠા નિગમ દ્વારા તમામ જિલ્લાના કલેકટરશ્રીઓને જાણ કરવામાં આવી છે કે 100 કિલોગ્રામ પેકીંગ વાળા બારદાનમાં 35 કિલો ઉપરાંત જરૂર હોય તે કિસ્સામાં ભારત સરકારની લેખીત મંજુરી ન મળે ત્યાં સુધી 30 કિલો મગફળીની ભરતી કરવાની રહેશે.