ટેલિવિઝન એક્ટર અમિત સરીન સહિત સમગ્ર પરિવાર કોરોના પોઝિટિવ

’ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ સીરિયલ દ્વારા પોપ્યુલર થનારો ટેલિવિઝન એક્ટર અમિત સરીન કોરોના પોઝિટિવ છે. માત્ર અમિત નહીં તેનો આખો પરિવાર કોરોના સંક્રમિત થયો છે. થોડા વર્ષો પહેલા લોસ એન્જેલસમાં સ્થાયી થયેલા અમિતે સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરીને આ અંગેની જાણકારી આપી છે. અમિતે જણાવ્યું કે તેની પત્ની વિનિશા અને બંને બાળકો પણ આ જીવલેણ વાયરસથી સંક્રમિત થયા છે.

અમિતે જણાવ્યું કે, ’મને, મારી પત્ની અને બાળકોને કોરોના સંક્રમિત થયાના ૬ દિવસ થયા છે. શરૂઆતમાં અમને આ વાત જાણીને આંચકો લાગ્યો હતો પરંતુ સારી વાત એ છે કે અમે અસિમ્પ્ટોમેટિક છીએ.’

અમિતે આગળ કહૃાું, “પોઝિટિવ હોવાની જાણ થતાં જ અમે વિટામિન C,D અને ઝિંક લેવાનું પ્રમાણ વધારી દીધું હતું. અમે ખૂબ પાણી રહૃાા છીએ અને વેજિટેરિયન ફૂડ ખાઈએ છીએ. આ બધા ઉપાયોથી અમે આ જીવલેણ વાયરસને મ્હાત આપી શકીશું. વેક્સીન વિના જ અમારા શરીરમાં કુદરતી રીતે એન્ટીબોડી બની ચૂક્યા છે અને અમે બીજા લોકોને સંક્રમિત નહીં કરી શકીએ. પરંતુ અમે આ વાતને હળવાશમાં નહીં લઈએ અને નિયમોનું પાલન કરીશું. વેક્સીન લઈને ત્યાં સુધી અમે માસ્ક પહેરીશું, નિયમિત રીતે હાથ સાફ કરીશું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીશું.