ટોલીવૂડ એક્ટર જયપ્રકાશ રેડ્ડીનું હાર્ટ એટેકથી નિધન

દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પ્રખ્યાત એક્ટર જયપ્રકાશ રેડ્ડીનું ૭૪ વર્ષની આયુએ નિધન થઇ ગયુ છે. તેઓએ આંધ્ર પ્રદૃેશનાં ગુંટૂરમાં અંતિમ શ્ર્વાસ લીધા. હાર્ટ એટેકનાં કારણે તેમનું મંગળવારે સવારે નિધન થઇ ગયુ છે. તેલુગુ ફિલ્મોમાં દર્શકોએ જયપ્રકાશ રેડ્ડીને કોમેડી એક્ટર તરીકે ખુબજ પસંદ કર્કયા છે. તેમણે બ્રહ્મપુત્રૂદૃૂથી તેમનાં કરિઅરની શરૂઆત કરી હતી. જયપ્રકાશ રેડ્ડીનાં નિધનનાં સમાચારથી ટોલીવૂડ સહિત બોલિવૂડમાં પણ શોકની લહેર દૃોડી ગઇ છે. ટ્વિટર પર તેમનાં નિધન બાદ શ્રદ્ધાંજલિ અને શોક વ્યક્ત થઇ રહૃાો છે. આંધ્રપ્રદૃેશનાં પૂર્વ મુખ્યમંત્રી એન ચંદ્રબાબૂ નાયડૂએ પણ જયપ્રકાશ રેડ્ડીનાં નિધનની ખબર પર શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, હાર્ટ એટેકને કારણે જયપ્રકાશ તેમનાં બાથરૂમમાં પડી ગયા હતાં. રેડ્ડી કુર્નૂલનાં અલ્લાગડ્ડાથી તાલ્લૂક રાખે છે. તેમણે વર્ષ ૧૯૮૦માં ફિલ્મ ’બ્રહ્મપુત્રૂદૃૂ’થી તેમનાં કરિઅરની શરૂઆત કરી હતી. અને ૧૯૮૦નાં દાયકાનાં અંતમાં ઘણી ફિલ્મોમાં નાની નાની ભૂમિકાઓ અદા કરી હતી. તેમને ઓળખ મળી બાલકૃષ્ણ સ્ટારર સમરસિમ્હા રેડ્ડીથી. જયપ્રકાશ રેડ્ડીએ તેલુગુ ફિલ્મોનાં દર્શકોમાં જેપી નામથી જાણીતા હતાં. એક કોમેડિયન એક્ટરની સાથે સાથે તેમણે જયમ મનાડે રા અને ચેન્નેક્સા રેડ્ડી જેવી ફિલ્મોમાં ખલનાયકનો રોલ પણ અદા કર્યો હતો.