ટ્રમ્પને જોરદાર આંચકો: મિશિગન અને જ્યોર્જિયાની કોર્ટે ટ્રમ્પની અરજી ફગાવી દીધી

મતગણતરીમાં ડેમોક્રેટિક પક્ષ ગોટાળા અને ગેરરીતિ કરી રહૃાો હોવાની વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પની અરજી મિશિગન અને જ્યોર્જિયાની કોર્ટે ફગાવી દેતાં ટ્રમ્પને જોરદાર આંચકો લાગ્યો હતો. ટ્રમ્પે મિશિગનમાં ફરીથી મતગણતરી કરવાની માગણી કરી હતી.
મિશિગન કોર્ટ ઑફ ક્લેમ્સના જસ્ટિસ સિન્થિયા સ્ટીફન્સે ગુરુવારે ટ્રમ્પની અરજી ફગાવી દીધી હતી અને ટ્રમ્પને કહૃાું હતું કે મિશિગન સ્ટેટના સેક્રેટરી ઑફ સ્ટેટ મતગણતરીમાં હાજર નહોતા. આ અંગેનો કોર્ટનો ઔપચારિક ચુકાદો આજે શુક્રવારે બહાર પડવાનો હતો. દરમિયાન મિશિગનના મિડિયાએ જો બાઇડનને પ્રમુખપદની ચૂંટણીમાં વિજેતા જાહેર કરી દીધા હતા.
જ્યોર્જિયાની કોર્ટના જસ્ટિસ જેમ્સ એફ બાસે પણ ટ્રમ્પની અરજી ફગાવી દીધી હતી. ટ્રમ્પના પ્રચાર અધિકારીઓએ વિસ્કોન્સીનમાં મતગણતરી ફરી કરાવવાની માગણી સાથે પેનસિલ્વેનિયા અને નેવાડાની કોર્ટમાં પણ કેસ દાખલ કર્યા હતા. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી જીતવા માટે ૨૭૦ મતો જોઇએ. ગુરુવાર સાંજ સુધીમાં બાઇડન ૨૧૪ મતો મેળવી ચૂક્યા હતા. ટ્રમ્પને માત્ર ૨૧૪ મતો મળ્યા હતા. આમ છતાં ટ્રમ્પ પોતાનો પરાજય સ્વીકારવા તૈયાર નહોતા.