ટ્રમ્પનો ભારતીયોને ઝટકો: એચ-૧બી વિઝા પર નવા પ્રતિબંધો લાદ્યા

  • નવા નિયમો અમેરિકાના લોકો માટે ફાયદાકારક સાબિત થશે
  • આ વિઝા દર વર્ષે ૮૫ હજાર પ્રવાસીઓને આપવામાં આવશે, ૬૦ દિવસના કોમેન્ટ પીરિયડ બાદ આ પ્રોગ્રામને લાગુ કરાશે

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ટેક્નોલોજી કંપનીઓ તરફથી મોટા પાયે ઉપયોગ થનાર ઈમિગ્રેશન વિઝાને લઈ નવા નિયમો જાહેર કર્યા છે. ટ્રમ્પ પ્રશાસનનો દાવો છે કે, આ સિસ્ટમ અમેરિકાનાં લોકો માટે સારી હશે. હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટે પ્રોફેશનલ્સ માટે જાહરે કરેલ H-1Bવિઝા માટે નવા નિયમોની ઘોષણા કરી છે. આ વિઝા દર વર્ષે ૮૫ હજાર પ્રવાસીઓને આપવામાં આવે છે.
    હોમલેન્ડ સિક્યોરિટીના સેક્રેટરી ચેડ વુલ્ફે કહૃાું કે, અમે એવા સમયમાં પહોંચી ગયા છે, જ્યારે આર્થિક સુરક્ષા હોમલેન્ડ સિક્યોરિટીનો એક ખાસ ભાગ બની ચૂકી છે. સરળ શબ્દોમાં કહીએ તો આર્થિક સુરક્ષા હવે હોમલેન્ડ સિક્યોરિટી છે. અમે કાનૂન હેઠળ રહેતાં એ સુનિશ્ર્ચિત કરીશું કે અમેરિકી લોકોને પહેલાં પ્રાયોરિટી મળે.
    ટ્રમ્પ પ્રસાશને H-1B વિઝા પ્રોગ્રામ પર ડિસેમ્બર ૨૦૨૦ સુધી રોક લગાવી દીધી હતી. જેના પર ગત અઠવાડિયે ફેડરલ જજે રોક લગાવી દીધી હતી. મંગળવારે જાહેર કરેલ નવા નિયમોની પૂરી જાણકારી હજુ આવી નથી. પણ તેમાં વિશેષ વ્યવસાયોની પરિભાષાને બદલવામાં આવી છે. તેના પર હોમલેન્ડ સિક્યોરિટીનું કહેવું છે કે, કંપનીઓ તેના મારફતે સિસ્ટમનો ખોટો ફાયદો ઉઠાવતી હતી.
    ૬૦ દિવસના કોમેન્ટ પીરિયડ બાદ આ પ્રોગ્રામને લાગુ કરી દેવામાં આવશે. તેમાં કંપનીઓને વિદેશીઓને લાવતાં પહેલાં અમેરિકન નાગરિકોને અસલી ઓફર આપવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. આ વિઝા પ્રોગ્રામ સિલિકોન વેલીની કંપનીઓ દ્વારા મોટાપાયે ઉપયોગ કરવામાં આવે છે. તેના હેઠળ આઈટી ક્ષેત્ર અને અન્ય કુશળ ક્ષેત્રોના કારીગરોને અમેરિકા લાવવામાં આવે છે. તેમાં ભારતથી નોકરી માટે અમેરિકા જતાં આઈટી પ્રોફેશનલ્સની મોટી સંખ્યા હોય છે. જાણકારોનું કહેવું છે કે, તેનાથી સેલરીની રેન્જ ઓછી થઈ જશે.