ટ્રમ્પનો હઠાગ્રહ: અમેરિકાની WHO માંથી એક્ઝિટ

વૉિંશગ્ટન,
અમેરિકાએ મંગળવારે વિશ્ર્વ આરોગ્ય સંસ્થા(ડબ્લ્યુએચઓ)થી સત્તાવાર રીતે અલગ થવાનો નિર્ણય લઇ લીધો છે. તેનાથી આ સંસ્થાના કામગીરી પર અસર થવાની શક્યતા જોવામાં આવી રહી છે. અમેરિકન મીડિયાએ આ જાણકારી આપી હતી. એક રિપોર્ટ મુજબ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે અમેરિકાને ડબલ્યુએચઓથી સત્તાવાર રીતે અલગ કરી લીધું છે. આ અગાઉ, ટ્રમ્પે એપ્રિલમાં ડબ્લ્યુએચઓની ફિંંડગ પર પણ રોક લગાવી દૃીધી હતી. નોંધનીય છે કે આ સંસ્થા ચલાવવા માટે સંસ્થાને વિશ્ર્વભરમાંથી જે નાણાંકિય સહાય મળે છે તેમાં સૌથી વધીરે અમેરિકા આપે છે. અમેરિકા અલગ થતાં સંસ્થાને નાણાંકિય મુશ્કેલી પડી શકે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઇરસના મામલે એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે આ સંસ્થા સંપૂર્ણ રીતે ચીનના નિયંત્રણમાં છે અને સમગ્ર દૃુનિયાથી કોરોનાની માહિતી છુપાવી હતી. આરોપના પગલે અમેરિકા આ સંસ્થાથી અલગ થાય છે. ટ્રમ્પે ડબલ્યુએચઓએ કોરોના વાયરસનાને લઈને યોગ્ય જાણકારી નહીં આપવાનો પણ આક્ષેપ કર્યો હતો.
આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે WHO પર કોરોનાવાઇરસ ફેલાવવા મામલે ચીનને બચાવવા અને રોગચાળાની સમયસર વિશ્ર્વને જાણકારી નહીં આપવાનો આક્ષેપ કર્યો હતો. અમેરિકાએ WHO ને આપવામાં આવતું કરોડો ડોલરનું ફિંંડગ પણ એપ્રિલમાં રોકી દૃીધું હતું. અને જણાવ્યું હતું કે, સંસ્થા જો ૩૦ દિૃવસની અંદૃર કોઈ સુધાર નહીં કરે તો અમેરિકા હંમેશા માટે ડબ્લ્યુએચઓની ફિંંડગ પર રોક લગાવી દૃેશે. જેનો હવે અમલ કરવામાં આવ્યો છે.
દૃરમ્યાનમાં સૂત્રોએ કહૃાું કે, અમેરિકા અલગ થતાં અને નાણાંકિય સહાય પણ નહીં મળતાં આ સંસ્થાના આરોગ્ય સંશોધન પ્રોજેક્ટો પર અસર થઇ શકે છે. સમગ્ર વિશ્ર્વમાં આ સંસ્થાના આરોગ્ય સંબંધિત આદૃેશો, જાણકારી, વિવિધ મોજણીના તારણો, હેલ્થ પ્રોટોકોલ-નિયમોને માનવામાં આવે છે. પરંતુ કોરોના વાઇરસના મામલે અમેરિકાએ ગંભીર આરોપો આ સંસ્થા પર મૂક્યા હતા.
આ મુદ્દે અમેરિકામાં રાજકારણ શરૂ થઇ ગયું હોય તેમ નવેમ્બરમાં યોજાનાર ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદૃના ડેમોક્રેટ ઉમેદૃવાર જો બાઈડને જો કે આ નિર્ણયને ખોટો ગણાવ્યો છે. તેમણે કહૃાું કે જ્યા સુધી અમેરિકા ગ્લોબલ સિસ્ટમને મજબુત કરતું રહેશે ત્યાં સુધી અમેરિકાના લોકો સુરક્ષિત રહશે. હું રાષ્ટ્રપતિ બનીશ તો પ્રથમ દિૃવસે જ અમેરિકાને WHO માં સામેલ કરીશ. હું વિશ્ર્વકક્ષાએ અમેરિકાની લીડરશીપ ફરીવાર સ્થાપિત કરીશ.