ટ્રમ્પે રશિયાની એસ-૪૦૦ મિસાઇલ ખરીદવા માટે તુર્કી પર પ્રતિબંધ મૂક્યો

  • અમેરિકાએ અન્ય દૃેશોને ચેતવણી આપતા કહૃાું આવી ડીલ કરવાથી બચે

 

વિદાય પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ રૂસી એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે તુર્કી પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેની સાથે જ અન્ય દૃેશોને પણ ચેતવણી આપી છે કે રૂસની સાથે આવી ડીલ કરવાથી બચે. આ નવા વિવાદને હવે જો બાઇડેનને ઉકેલવો પડશે, જે ૨૦ જાન્યુઆરીના શપથ લેવા જઇ રહૃાા છે. અમેરિકાની આ કાર્યવાહીથી એ પ્રશ્ર્ન ઉભો થાય છે કે ભારતના પ્રત્યે તેમનું વલણ શું હશે? કારણ કે રૂસી મિસાઇલ સિસ્ટમની ઇચ્છા રાખનારાઓમાં ભારત પણ સામેલ છે.
અમેરિકન સરકારની તરફથી રજૂ કરવામાં આવેલા નિવેદનમાં કહૃાું છે કે તુર્કીએ નિયમોનું ઉલ્લંઘન કર્યું, તેના લીધે તેના પર પ્રતિબંધ મૂકી દૃેવાયો છે. અમે આશા કરીએ છી કે દૃુનિયાના અન્ય દૃેશ The Countering America’s Adversaries Through Sanctions Act ના સેકશન ૨૩૧નું પાલન કરશે. સાથો સાથ અમેરિકાએ એમ પણ કહૃાું છે કે બાકીના દૃેશોને રૂસી ડિફેન્સ સિસ્ટમથી બચવું જોઇએ, જે પ્રતિબંધનું કારણ બની શકે છે.
ભારતે ૨૦૧૮ની સાલમાં રૂસ સાથે એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમના પાંચ યુનિટ માટે ૫.૪૩ બિલિયન અમેરિકન ડોલરનો સોદો કર્યો હતો. અમેરિકાની આપત્તિઓને નજરઅંદાજ કરતાં નવી દિલ્હી એ આ પગલું ભર્યું હતું. જો કે મોદી સરકારે કૂટનીતિક સ્તર પર કેટલીક હદ સુધી આ મામલાને ઉકેલી લીધો હતો પરંતુ હવે રાષ્ટ્રપતિ ભવનથી જતા-જતા ટ્રમ્પે તુર્કી પર પ્રતિબંધ મૂકીને વિવાદને તૂલ આપી દીધું છે. એવામાં હવે બધું જો બાઇડેન પર નિર્ભર છે અને તેમના અનુરૂપ ભારતને પોતાની રણનીતિ તૈયાર કરવી પડશે.