ટ્રમ્પે વ્હાઇટ હાઉસ છોડ્યા બાદ જેલમાં જવું પડશે…!?

પ્રમુખપદની ચૂંટણીમાં પરાજિત થવા છતાં હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કેમ પરાજય સ્વીકારતા નથી એનો જવાબ કદાચ એ હકીકતમાં છૂપાયેલો છે કે એકવાર વ્હાઇટ હાઉસ છોડે પછી એમને જેલમાં જવું પડી શકે.

બીબીસીના એક રિપોર્ટ મુજબ એમણે પોતાના શાસન દરમિયાન જે ગરબડ ગોટાળા કર્યા હતા એની તપાસ બીડેન કરાવે તો ટ્રમ્પે જેલમાં જવું પડે એટલુંજ નહીં એમની  આર્થિક સ્થિતિ પણ બદલાઇ શકે. પ્રમુખપદે હોય ત્યાં સુધી એમની સામે કોઇ ક્રીમીનલ  કાર્યવાહી કરી શકાય નહીં.

પેસ યુનિવર્સિટીના બંધારણીય કાયદાના અધ્યાપક પ્રોફેસર બેનેટ ગર્શમેને કહૃાું કે ટ્ર્મ્પ સામે ક્રીમીનલ કાર્યવાહી થાય એવી પૂરી શક્યતા હતી. પ્રોફેસર ગર્શમેને ન્યૂયોર્કમાં બંધારણીય કાયદાના ધારાશાસ્ત્રી તરીકે દસ વર્ષ સેવા આપી હતી.

અમેરિકી બંધારણનો એમને તલસ્પર્શી અભ્યાસ છે. તેમણે કહૃાું કે ટ્રમ્પ પર બેંક સાથે છેતરપીંડી, મની લોન્ડરીંગ, ચૂંટણીમાં ગોલમાલ, કરચોરી, વગેરે બાબતો પર કાર્યવાહી થઇ શકે છે. અત્યારે મિડિયામાં જે અહેવાલો પ્રગટ થઇ રહૃાા છે એ પણ એવું સૂચવે છે કે ટ્રમ્પ આર્થિક બાબતોના કેસમાં ફસાઇ શકે છે.

અમેરિકી મિડિયા રિપોર્ટ મુજબ ટ્રમ્પને મોટી આર્થિક મુશ્કેલીઓ પણ સહન કરવી પડી શકે છે. તેમણે અંગત અને વ્યવસાય માટે ધીંગું કર્જ કર્યું છે. એ કર્જ ચૂકવવાનું છે. દેશના પ્રમુખ હતા ત્યાં સુધી લેણદારો મૂગા બેઠા હતા. એકવાર ટ્રમ્પ વ્હાઇટ હાઉસ છોડે તો લેણદારો એમને છોડશે નહીં. એમની આર્થિક સ્થિતિ એવી છે કે એ મોટું કર્જ ચૂકવી શકે તેમ નથી.

ટ્રમ્પના ટીકાકારો કહે છે કે એ પ્રમુખપદે છે એટલે એમની  આર્થિક વિટંબણાઓ અને કાનૂની સમસ્યાઓ અટકેલી છે. એકવાર પ્રમુખપદ છોડે એ સાથે એમની ફરતે ગાળિયો લાગી શકે છે. પ્રમુખપદે રહીને પણ તેમણે અમેરિકી કાયદા મુજબ ઘણા અપરાધો આચર્યા છે. એટલે હવે વ્હાઇટ હાઉસ છોડતાં એ ડરે છે.