ટ્રમ્પે ૯૦૦ બિલિયન ડોલરના કોરોના રાહત પેકેજ પર કર્યા હસ્તાક્ષર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૯૦૦ બિલિયન ડોલર (આશરે ૬૬ લાખ કરોડ રૂપિયા)ના કોરોના રાહત પેકેજને મંજૂર કર્યું છે. ગત દિવસોમાં આ રકમને અમેરિકન સંસદે (કોંગ્રેસ) મંજૂરી મળી ગઈ છે. આ રકમનો ઉપયોગ કોરોનાથી પ્રભાવિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને નોકરી ગુમાવનારા લોકોને મદદ કરવા માટે કરવામાં આવશે.

જ્યારે,યુનાઇટેડ કિંગડમમાં વાયરસના નવો સ્ટ્રેન (નવું સ્વરૂપ) સામે આવ્યા પછી પરિસ્થિતિ ગંભીર છે. અહીં ટિયર -૪ના પ્રતિબંધો એટલે કે બિન-જરૂરી દુકાનો, મનોરંજનના સાધન સંપૂર્ણપણે બંધ છે. કેટલાક દેશોની માંગ છે કે મુસાફરી પર પ્રતિબંધ વધુ કડક બનાવવામાં આવે. યુકેના વૈજ્ઞાનિકોએ સરકારને અપીલ કરી છે કે દેશમાં લોકડાઉન લાદવામાં આવે.

દુનિયામાં અત્યાર સુધીમાં કોરોનાના ૮ કરોડ ૧૧ લાખ ૪૨ હજાર ૧૧૩ કેસ નોંધાયા છે. તેમાંથી ૫ કરોડ ૭૨ લાખ ૯૧ હજાર ૨૧૮ લોકો સાજા થયા છે. મહામારીના કારણે ૧૭ લાખ ૭૧ હજાર ૮૮૪ લોકોએ જીવ ગુમાવ્યો છે.