ટ્રમ્પ રાજકારણ બાદ હવે બોક્સિગં રિંગમાં ઉતરશે

 

અમરિકામાં બોક્સિગં એક ખુબ મોટો વ્યવસાય છે, જેમાં બોક્સરોને અને રોકાણકારોને ખુબ મોટા પાયે કમાણી થાય છે, જ્યારે પ્રેક્ષકોને મનોરંજન મળે છે.ટ્રમ્પ હવે બોક્સિગંના વ્યવસાયની સાથે જોડાઇને બોક્સિગંની કોમેન્ટરી આપવાનું વિચારી રહૃાા છે. હાલમાં તેમણે બોક્સિગંની એક નકલી મેચમાં કોમેન્ટરી આપવાનો નિર્ણય કર્યો છે અને આ નકલી મેચમા ભૂતપૂર્વ હેવીવેઇટ ચેપિયમ ઇવાંડર હોલીફિલ્ડ પણ જોવા મળશે. ટ્રમ્પની સાથે તેમના પુત્ર ડોનાલ્ડ જુનિયર પણ જોવા મળશે. પોતાના નવા શોખ અંગે બહાર પાડેલા એક નિવેદનમાં ટ્રમ્પે કહૃાું હતું કે મને મહાન બોક્સરો, ફાઇટરો અને ફાઇટ ખુબ જ ગમે છે. આ વખતે હું આગામી શનિવારની રાત્રે આવી જ એક બોક્સિગં મચનો એક હિસ્સો બનીશ.અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા ઘણા સમયથી રાજકારણથી દૂર થઇ ગયા હોઇ હવે તેમણે બોક્સિગંની રિંગમાં ઉતરીને બોક્સિગં કરવાનો નિર્ણય કર્યો છે. અલબત્ત ટ્રમ્પ બોક્સિગં િંરગમાં ઉતરીને અન્ય બોક્સર સાથે બોક્સિગં કરવાની કોઇ ઇચ્છા ધરાવતા નથીસ પરંતુ તેમણે હવે બોક્સિગંના વ્યવસાયની સાથે ડજોડાઇ રહેવાનો નિર્ણય કર્યો છે.