ટ્રમ્પ સમર્થકોના બળવા વચ્ચે બાઈડેન રાષ્ટ્રપતિ વિજેતા જાહેર

અમેરિકાના વોશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ હંગામો કર્યો છે. સંસદ પરિસરમાં કરવામાં આવેલી બબાલમાં અત્યારસુધીમાં એક મહિલા સહિત ચાર લોકોનાં મોત થયાંના સમાચાર છે.

આ ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે કે દુનિયાના સૌથી જુના લોકતંત્ર એટલે કે અમેરિકા સંસદભવનમાં આ પ્રકારનો હોબાળો થયો છે જે હિંસા સુધી પહોંચી ગયો. આ ટ્રમ્પ સમર્થકોના બળવા વચ્ચે અમેરિકન કૉંગ્રેસે ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડનની જીત પર બંધારણીય મહોર મારી દીધી છે. કોંગ્રેસે ઈલેક્ટોરલ કોલેજ કાઉન્ટિંગમાં બાઇડનને વિજેતા જાહેર કર્યા છે. બાઇડન ઉપરાંત કમલા હૈરિસને પણ ઉપ રાષ્ટ્રપ્રમુખ પદ માટે વિજેતા જાહેર કરવામાં આવી છે.  આ પહેલા સેનેટ અને કૉંગ્રેસે જ્યોર્જિયા, પેન્સિલ્વેનિયા, નેવાડા અને એરિઝોનાથી જોડાયેલા રિપબ્લિકન નેતાઓના કાઉન્ટિંગ રોકવા સંબંધિત પ્રસ્તાવોને વારા ફરથી ફગાવી દીધા હતા. આ પહેલા ટ્રમ્પના સમર્થકોએ કેપિટલ હિલ બિલ્ડિંગમાં ઘૂસીને કાઉન્ટિંગની પ્રક્રિયાને રોકવા માટે હિંસા કરી હતી જેમાં અત્યાર સુધીમાં ૪ લોકોનાં મોત થયા છે. બાઇડનને વિજેતા જાહેર કરી ઉપ રાષ્ટ્રપ્રમુખ પેન્સે કહૃાું કે હવે સૌએ પોતાના કામ પર પરત લાગી જવું જોઈએ.

હિંસાને જોતાં વોશિંગ્ટનના મેયરે ૧૫ દિવસની ઈમર્જન્સીની જાહેરાત કરી છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પછી જે વાતનો ડર હતો એ જ બન્યું. બુધવારે અહીં સંસદનાં બંને ગૃહો જો બાઈડનની જીત પર મહોર લગાવવા કાર્યરત થયાં. કાઉન્ટિંગ દરમિયાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સેંકડો સમર્થકો સંસદના બિલ્ડિંગ (કેપિટલ હિલ)માં ઘૂસી ગયા હતા. આ દરમિયાન ગોળીબાર પણ થયો અને એમાં એક મહિલા સહિત ચાર લોકોના મોત થયા છે. થોડા કલાક પછી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવનાં સ્પીકર નેન્સી પેલોસીએ કહૃાું-અમે ડર્યા વિના પોતાનું કામ ચાલુ રાખીશું. જોકે એ સ્પષ્ટ નથી કે હવે બાઈડનની જીતની ઔપચારિક ઘોષણા ક્યારે કરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ કહૃાું હતું કે વોશિંગ્ટન ડીસીમાં હોબાળાના સમાચારથી હેરાન છું, સત્તાનું હસ્તાંતરણ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે થવું જોઈએ. લોકતાંત્રિક પ્રક્રિયાને ગેરકાયદે હિંસક દેખાવોથી પ્રભાવિત ન કરી શકાય. ૩ નવેમ્બરે રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી થઈ. બાઈડનને ૩૦૬ અને ટ્રમ્પને ૨૩૨ વોટ મળ્યા. બધું સ્પષ્ટ થયા પછી પણ ટ્રમ્પે હાર ન કબૂલી. તેમનો આરોપ છે કે વોિંટગ દરમિયાન અને પછી કાઉન્ટિંગમાં મોટે પાયે ગરબડ થઈ છે. અનેક રાજ્યોમાં કેસ નોંધાવ્યા. મોટા ભાગના કિસ્સામાં ટ્રમ્પના સમર્થકોની અપીલ નકારાઈ છે.

બુધવારે ઈલેક્ટોરલ કોલેજના વોટોની ગણતરી અને બાઈડનની જીત પર મહોર લગાવવા માટે સંસદનાં બંને ગૃહો, એટલે કે સેનેટ અને એચઓઆરની બેઠક શરૂ થઈ. આ દરમિયાન જ ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટીના સેંકડો સમર્થકો સંસદની બહાર એકત્ર થયા. નેશનલ ગાર્ડ્સ અને પોલીસ તેમને સમજાવે એ પહેલાં જ કેટલાક લોકો અંદર ઘૂસી ગયા હતા. મોટે પાયે તોડફોડ કરવામાં આવી હતી. હિંસા થઈ. આ દરમિયાન ગોળીબાર પણ થયો. કોણે કર્યો, કેમ કર્યો? એ સ્પષ્ટ નથી, પણ એક મહિલાનું મોત થઈ ગયું. અમેરિકન સંસદમાં જ્યારે ટ્રમ્પના સમર્થકોએ તોફાન મચાવ્યું અને તોડફોડ શરૂ કરી તો પોલીસે મોરચો સંભાળ્યો. હંગામો કરનારાઓને હટાવવા માટે સંસદમાં પોલીસકર્મી રિવોલ્વર તાકતા નજરે પડ્યા. આ દરમિયાન સાંસદ સ્તબ્ધ હતા. તેમને ગેલેરી દ્વારા સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. બંને ગૃહોમાં હંગામો કરનારાઓને કાઢી મુકાયા છે. હંગામા દરમિયાન સાંસદોને સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવાયા હતા. તેઓ ફરી ગૃહમાં પહોંચ્યા. સંસદની કાર્યવાહી ફરી શરૂ થઈ. પ્રેસિડેન્ટ ઈલેક્ટની જીત પર મહોર લગાવવા માટે કોંગ્રેસ એટલે કે અમેરિકન સંસદનું સંયુક્ત સત્ર બોલાવવામાં આવે છે. તેની અધ્યક્ષતા ઉપરાષ્ટ્રપતિ કરે છે. આ વખતે આ ખુરશી પર માઈક પેન્સ હતા. પેન્સ રિપબ્લિકન પાર્ટીના છે. ટ્રમ્પ પછી તેમનો જ નંબર આવે છે. તેઓ ટ્રમ્પના સમર્થકોની હરકતથી ગુસ્સામાં દેખાયા. તેમણે કહૃાું- આ અમેરિકન ઈતિહાસનો સૌથી કાળો દિવસ છે. હિંસાથી લોકતંત્રને દબાવી કે હરાવી શકાય નહીં.

આ અમેરિકાની જનતાના વિશ્ર્વાસનું કેન્દ્ર હતું, છે અને હંમેશાં રહેશે. એક ફોટો દ્વારા જણાવ્યું છે કે જ્યારે ટ્રમ્પના સમર્થક સંસદમાં હિંસા આચરી રહૃાા હતા ત્યારે કેટલાક પોલીસ અધિકારીઓએ તોફાનીઓ સામે રિવોલ્વર તાકી હતી. એક મહિલાનું મોત થયું. જોકે એ સ્પષ્ટ નથી કે મહિલાનું મોત પોલીસની ગોળીથી થયું કે ફાયિંરગ ક્યાંક બીજેથી થયું હતું. અમેરિકન સંસદની એક ગેલેરીમાં તહેનાત નેશનલ ગાર્ડ્સે સાંસદોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા. એના થોડા કલાક પછી સંસદની કાર્યવાહી ફરી શરૂ થઈ. ઘટના પછી ડીસીમાં ઉપસ્થિત યુએસ આર્મીના સ્પેશિયલ યુનિટને બોલાવવામાં આવ્યું. માત્ર ૨૦ મિનિટમાં તેમણે મોરચો સંભાળ્યો. બધું મળીને ૧૧૦૦ સ્પેશિયલ ગાર્ડ્સ હજુ પણ કેપિટલ હિલની બહાર અને અંદર તહેનાત છે. રાજધાનીમાં કર્યૂ છે. વોશિંગ્ટનમાં હિંસા વચ્ચે ફેસબુકે ડોનાલ્ડ ટ્રમ્પનો એક વિડિયો સાઈટ પરથી હટાવી લીધો છે. આ વિડિયોમાં ટ્રમ્પ પોતાના સમર્થકોને સંબોધિત કરતાં દેખાય છે. ફેસબુકના વાઈસ-પ્રેસિડન્ટે કહૃાું હતું કે આવું કરવાથી હિંસા ઘટાડવામાં મદદ મળશે. જ્યારે, ટ્વિટરે પણ ટ્રમ્પનું અકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું હતું.