ટ્રમ્પ સામે જો બિડેનના જીતવાની શક્યતા ૮૬.૧ ટકા: ચૂંટણી સર્વેક્ષણ

  • આ પહેલા જીતવાની શક્યતા ૮૫.૮ ટકા દર્શાવાઇ હતી

    અમેરિકાના પ્રમુખ પદની રેસમાં હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કરતા હરિફ ઉમેદવાર જો બિડેન જોજનો આગળ નિકળી ગયા છે તેવુ ચૂંટણીના સર્વેક્ષણ કહી રહૃાા છે.
    ચૂંટણી માટે મતદારોનો મૂડ પારખવા માટે સર્વેક્ષણ કરનાર સંસ્થાનુ કહેવુ છે કે, જો બિડેનના જીતવાના ચાન્સ ૮૬.૧ ટકા છે.જે એક રેકોર્ડ છે. આ પહેલા તેમની જીતવાની શક્યતા ૮૫.૮ ટકા દર્શાવાઈ હતી.
    અમેરિકામાં જે ઉમેદવાર ઈલેક્ટોરલ વોટ્સ વધારે મેળવે છે તે પ્રમુખપદની ચૂંટણી છે.સર્વેક્ષણ કરનાર સંસ્થાની આગાહી પ્રમાણે જો બિડેન ૫૩૮માંથી ૩૫૨ ઈલેક્ટરોલ વોટ્સ જીતે તેવી શક્યતા છે.આ સર્વેક્ષણ કરનાર સંસ્થા ફાઈવ થર્ટી એઈડ સંસ્થા સર્વેક્ષણના અનુમાનો સાચા પડવા માટે જાણીતી છે.ભૂતકાળમાં પણ તેના સર્વેક્ષણો સાચા પડેલા છે.
    જેમ કે ૨૦૧૬માં પણ આ સંસ્થાએ જાહેર કર્યુ હતુ કે, હિલેરી ક્લિન્ટન પોપ્યુલર વોટ જીતવામાં ટ્રમ્પ કરતા આગળ નિકળશે પણ ઈલેક્ટોરલ વોટ નહીં જીતી શકે.આ અનુમાન પણ સાચુ પડ્યુ હતુ.