ટ્રિબ્યુનલ કોર્ટે કર્યો ન્યાય, ૪ વર્ષ પહેલા યુવકના મોત પર પરિવારને હવે મળશે વળતર

મુંબઈ,તા.૦૬
ટ્રિબ્યુનલ કોર્ટમાં રજૂ કરાયેલા દૃાવામાં, સંબંધીઓએ જણાવ્યું હતું કે જ્યારે પ્રશાંતનું સ્કૂટર હાઈવે નજીકના એક જંકશન પર પહોંચ્યું હતું. ત્યારે પાછળથી ટેક્ધર ખૂબ જ ઝડપે આવ્યું હતું. અને બેદરકારીપૂર્વક તેની સાથે અથડાયું હતું. જેના પછી પ્રશાંતનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એક માર્ગ અકસ્માતમાં મહિલાના પુત્રનું મોત થયું હતું. હવે ટ્રિબ્યુનલ કોર્ટના આદૃેશ પર પરિવારને વળતર તરીકે ૩ કરોડ રૂપિયા મળશે. ટ્રિબ્યુનલ કોર્ટના આદૃેશ બાદ વીમા કંપનીઓ આ વળતર આપશે. આ અકસ્માતમાં દૃાવો અત્યાર સુધીના સૌથી વધુ ચૂકવવામાં આવેલો પૈકીનો એક હશે. મોટર એક્સિડન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલે એક ટેક્ધર માલિક અને એક વીમા કંપનીને કાંદિૃવલી સ્થિત એક ખાનગી કંપનીમાં સુરક્ષા સેવા કંપનીના ઝોનલ હેડ પ્રશાંતના પરિવારને આશરે રૂ. ૩.૧૧ કરોડનું વળતર ચૂકવવાનો આદૃેશ આપ્યો છે. વર્ષ ૨૦૧૯માં ટ્રિબ્યુનલ કોર્ટ સમક્ષ દૃાવો રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં મૃતક પ્રશાંતના પરિવારજનોએ જણાવ્યું કે અકસ્માત ૬ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ થયો હતો. પરિવારે ટેક્ધરના માલિક દિૃના ગાવડે અને નેશનલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ સામે કોર્ટમાં દૃાવો કર્યો હતો. તેમના દ્વારા રજૂ કરાયેલા દૃાવામાં તેમણે જણાવ્યું હતું કે જ્યારે પ્રશાંતનું સ્કૂટર હાઇવે નજીક એક જંકશન પર પહોંચ્યું. ત્યારે પાછળથી ટેક્ધર ખૂબ જ ઝડપે આવ્યું હતું. અને બેદૃરકારીપૂર્વક તેની સાથે અથડાયું હતું. જેના પછી પ્રશાંતનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. શું છે મામલો? તે.. જાણો.. ટ્રિબ્યુનલ કોર્ટ અનુસાર, વીમા કંપનીએ પીડિત પ્રશાંત વિશ્ર્વાસની માતા, પત્ની અને સગીર પુત્રીઓને વીમાની રકમ ચૂકવવી પડશે. વળતરની રકમની ગણતરી કરતી વખતે, ટ્રિબ્યુનલે પીડિતનો વાર્ષિક પગાર લગભગ ૧૭ લાખ રૂપિયા ગણ્યો છે. ટ્રિબ્યુનલે, ટેક્ધર ચાલક સામે નોંધાયેલી એફઆઈઆર અને અન્ય પોલીસ દૃસ્તાવેજો પર આધાર રાખતા, અવલોકન કર્યું, રેકોર્ડ પરના પુરાવા પ્રસ્થાપિત કરે છે કે અકસ્માત ટેક્ધર ચાલક દ્વારા બેદૃરકારીપૂર્વક ચલાવવાને કારણે થયો હતો, જેના પરિણામે મૃતકનું મૃત્યુ થયું હતું. જ્યારે, ટ્રિબ્યુનલની નોટિસ હોવા છતાં, ટેક્ધર માલિક હાજર થયો ન હતો, તેથી તેની સામેનો કેસ એક પક્ષે ચાલ્યો હતો. વીમા કંપનીએ અરજીનો વિરોધ કર્યો અને કહૃાું કે અરજી ખોટી છે. કારણ કે ચાલક અને સ્કૂટરના માલિકને કાર્યવાહીમાં પક્ષકાર બનાવવામાં આવ્યા ન હતા. વધુમાં, વીમા કંપનીના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે ટેક્ધર ચાલક દૃારૂના નશામાં હતો. દૃરમિયાન, વીમા કંપનીએ ટ્રિબ્યુનલ કોર્ટમાં રજૂ કરેલા તેના દૃાવામાં જણાવ્યું હતું કે ડ્રાઇવરે મોટર વાહન અધિનિયમ હેઠળ નિર્ધારિત નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું, જેમાં ટ્રિબ્યુનલે દૃલીલોને નકારી કાઢી હતી. તેણે અકસ્માત બાદૃ ટેક્ધર ચાલકની તપાસ કરનાર ડૉક્ટરના અહેવાલને ટાંક્યો હતો. ડૉક્ટરે નોંધ્યું હતું કે ડ્રાઈવરના મોઢા અને શ્ર્વાસમાંથી દૃારૂની ગંધ આવી રહી હતી. પરંતુ તેની વાણી અને ચાલ સામાન્ય હતી અને તે સીધી લીટીમાં ચાલી રહૃાો હતો.