ટ્રેક વેચાતો લઇ 10.61 લાખ નહી ચુકવી છેતરપીંડી આચરી

  • રાજુલા તાલુકાના વિકટરનો બનાવ
  • બે શખ્સો સામે પોલીસ મથકમાં ફરિયાદ

અમરેલી,
રાજુલા તાલુકાના વિકટર ગામે રહેતા એક યુવક પાસેથી બે શખ્સોએ ટ્રક વેચાતો ખરીદી બાદમાં રૂપીયા 10.61 લાખ નહી ચુકવી છેતરપીંડી આચરતા તેને આ બારામાં મરીન પીપાવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અહીં રહેતા ચંદુભાઇ ચીથરભાઇ સાંખટ નામના યુવકે પીપાવાવ પોલીસ મથકમાં નોંધાવેેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે કેશોદ રહેતા જીતેન્દ્રભાઇ મધુકાન્તભાઇ દવે અને કાનાભાઇ સરમણભાઇ દાશા નામના શખ્સોએ ચંદુભાઇ પાસેથી ટ્રક વેચાતો લીધો હતો. જો કે બાદમાં આ શખ્સોએ રોકડા રૂપીયા સાડા ત્રણ લાખ તેમજ ફાઇનાન્સના હપ્તા સાત લાખ મળી કુલ રૂપીયા 10.61 નહી ચુકવી છેતરપીંડી આચરી હતી. બનાવ અંગે પીએસઆઇ ડી.સી. સાકરીયા આગળની તપાસ ચલાવી રહયા છે.