ભારતીય રેલવેએ ટ્રેનમાં મુસાફરી કરવા માટે કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. એવામાં બદલાયેલા નિયમો વિશે જાણીને તમારે અપડેટ રહેવું જરૂરી છે. નવા નિયમો ખાસ કરીને રાત્રિના સમયે મુસાફરી કરતા મુસાફરોને લાગુ પડશે. રેલવે બોર્ડને કેટલાક લોકો રાત્રે મોબાઈલ પર જોરથી વાત કરતા કે સંગીત સાંભળતા હોવાની મુસાફરો તરફથી ફરિયાદો મળ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. ફરિયાદોને ધ્યાનમાં રાખીને બોર્ડે નિર્ણય લીધો છે કે, તમારી રાત્રિની મુસાફરી દરમિયાન કોઈપણ મુસાફરને રાત્રે ૧૦ વાગ્યા પછી મોબાઈલ પર મોટેથી વાત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં, ન તો તે મોટા અવાજે સંગીત સાંભળી શકશે. મુસાફરોની ફરિયાદ મળવા પર આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ પછી પણ જો ટ્રેનમાં સૂઈ રહેલા મુસાફરોને કોઈ સમસ્યા થશે તો તેની જવાબદારી રેલવે પ્રશાસનની રહેશે. પ્રવાસ દરમિયાન મુસાફરોની સુવિધા માટે રેલવેએ આ નિયમો લાગુ કર્યા છે. આનો ભંગ કરનાર મુસાફરો સામે કાર્યવાહી થઈ શકે છે. મોટા અવાજની ફરિયાદ ઉપરાંત રાત્રે લાઇટ ચાલુ રહેતી હોવાની પણ લોકો ફરિયાદ કરે છે. નવા નિયમ મુજબ, રાત્રિના સમયે મુસાફરી કરતી વખતે નાઈટ લાઈટ સિવાયની તમામ લાઈટો બંધ કરવી પડશે. આવી ફરિયાદ મળવા પર કાર્યવાહી થઈ શકે છે.મુસાફરો તરફથી એવી ફરિયાદો પણ ઉઠી છે કે ટ્રેનમાં કામ કરતા સપોર્ટ સ્ટાફ પણ રાતભર ફોન પર મોટેથી વાત કરે છે, જેના કારણે મુસાફરોની ઊંઘમાં ખલેલ પહોંચે છે. તેથી જ ચેકીંગ સ્ટાફ, આરપીએફ, ઇલેક્ટ્રિશિયન, કેટરિંગ સ્ટાફ અને મેઇન્ટેનન્સ સ્ટાફ રાત્રે શાંતિથી કામ કરશે. આ પહેલાં રેલ્વેએ તાજેતરમાં ટ્રેનોની અંદર લિનન, ધાબળા અને પડદા આપવાનું ફરી શરૂ કરવાના આદૃેશો જારી કર્યા હતા. દૃેશમાં કોવિડ-૧૯ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધો લગાવાવમાં આવ્યા હતા. રેલવેના નિયમો અનુસાર, રાત્રે ૧૦થી સવારે ૬ વાગ્યાની વચ્ચે સામાન્ય રીતે ્ઈ પણ ટિકિટ ચેક કરતા નથી. આ નિયમો મુસાફરોની મુસાફરીને આરામદાયક બનાવવા માટે બનાવવામાં આવ્યા છે, જેથી તેમની ઊંઘમાં ખલેલ ન પડે. જો કે, જો તમારી મુસાફરી રાત્રે ૧૦ વાગ્યા પછી શરૂ થાય છે, તો આ નિયમ લાગુ પડતો નથી. આવી સ્થિતિમાં ટિકિટ ચેકર તમારી ટિકિટ ચેક કરી શકે છે.