ટ્રેમલેટ જેવી બોડી બનાવવા કેટલી ઓમલેટ ખાવી પડશે: સચિન તેંડુલકર

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરે ઇંગ્લેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર ક્રિસ ટ્રેમલેટ જેવી જ બોડી બનાવવા માગે છે. રાયપુરમાં રોડ સેટી વર્લ્ડ સિરીઝ રમી રહેલ સચિન તેંડુલકરે ઇંગ્લેન્ડ લીજેન્ડ્સના ફાસ્ટ બોલર ક્રિસ ટ્રેમલેટની સાથે એક તસવીર શેર કરી છે. સચિને ટ્રેમલેટની સાથે તસવીર શેર કરતાં જ ટ્વીટ કરીને પૂછ્યું કે, ટ્રેમલેટ જેવી જ બોડી બનાવવા માટે કેટલી ઓમલેટ ખાવી પડશે.

આ પહેલા ટ્રેમલેટે સચિન તેંડુલકરની સાથે તસવીર શેર કરતાં લખ્યું હતું,  સર્વકાલિન હીરો અને નવા ટ્રેટિંગ પાર્ટનર.” સચિનને એ જ તસવીરને શેર કરતાં લખ્યું,  ટ્રેમલેટ જેવી બોડી બનાવવા માટે કેટલી ઓમલેટ ખાવી પડશે?”

નોંધનીય છે કે, છ ફુટ અને સાત ઇંચ લાંબા ક્રિસ ટ્રેમલેટ ઇંગ્લેન્ડ માટે ૧૨ ટેસ્ટ અને ૧૫ વનડે રમી ચૂક્યો છે. ટેસ્ટમાં તેના નામે ૫૩ અને વનડેમાં ૧૫ વિકેટ છે. ઉપરાંત તે એક ટી૨૦ મેચ પણ રમ્યો છે જેમાં તેણે બે વિકેટ લીધી હતી. ટ્રેમલેટે ઇંગ્લેન્ડ માટે પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ નવેમ્બર ૨૦૧૩માં રમી હતી.