ટ્વિકંલ ખન્નાએ એક આર્ટીકલમાં સ્કૂલમાં એક છોકરાને પ્રેમ કરતી હતીનો કર્યો ખુલાસો

ફિલ્મો આપણે એક્ટ્રેસ અને એક્ટર વચ્ચે આપણે ખુબ પ્રેમ જોઈ ચુક્યા છીએ. પરંતુ તેમની વાસ્તવિક જિંદગી પણ કોઈ ફિલ્મથી ઓછી નથી હોતી. તાજેતરમાં અક્ષય કુમારની પત્ની ટ્વિકંલ ખન્નાએ મજેદાર કિસ્સો સંભળવ્યો હતો. આ ઘટના ત્યારની છે જ્યારે તે સ્કૂલમાં ભણતી હતી અને તેમનો એક બોયફ્રેન્ડ હતો. ટ્વિકંલ ખન્ના પોતાના અનોખ સ્વભાવ માટે જાણીતી છે અને ઘટના સામે આવ્યા બાદ તે પણ સ્પષ્ટ થઈ ગયું કે તેને તેમની પર્સનલ લાઈફ ફેન્સ સાથે શેર કરવામાં કોઈ વાંધો નથી. ટ્વિકંલ ખન્નાને લખવાનો ખુબ શોક છે. તેમણે એક આર્ટિલમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. હકિકતમાં તે સ્કૂલમાં એક છોકરાને પ્રેમ કરતી હતી.

તે એકવાક ક્લાસરૂમમાં બેઠા બેઠા એટલા ખોવાઈ ગયા કે તેમને ખબર ન રહી કે સ્કૂલમાં રજા પડી ગઈ છે અને બન્ને ક્લાસમાં જ બેઠા રહૃાા. ત્યાર બાદ બન્ને ક્લાસકરૂમની બારીમાંથી કુદીને બહાર નિકળ્યા હતા. ટ્વિકંલ ખન્નાએ કહૃાું કે જો તે છોકરો તેને આજે સામો મળે તો તે તેને ઓળખી પણ નહીં શકે. ટ્વિકંલ ખન્નાએ પોતાનો અભ્યાસ પુરો કર્યા બાદ ૧૯૯૫માં આવેલી ફિલ્મ બરસાતમાં પોતાનું બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. તે ફિલ્મમાં તેનો હિરો બોબિ દેઓલ હતો. પરંતુ આગળ તેની ફિલ્મી કારકિર્દૃી સારી ન રહી. ટ્વિકંલ ખન્ના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

તે સોશિયલ મીડિયા પર પોતાના કમાલના સેન્સ ઓફ હૃાૂમર દ્વારા લોકોનું મનોરંજન કરતી રહે છે. તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર સાથે લગ્ન કર્યાને ટ્વિકંલને ૨૦ વર્ષ થઈ ગયા છેય બન્ને ૨૦૦૧માં લગ્ન કર્યા હતા. મહત્વની વાત એ છે કે ત્યારે ટ્વિકંલ ખન્ના તેની સાથે લગ્ન કરવા માંગતી ન હતી. પરંતુ તે અક્ષય સાથે એક શરત હારી ગઈ હતી. અક્ષયે શરત લગાવી હતી કે જો તેમની મેલા ફિલ્મ લોપ જશે તો તેણે ટ્વિકંલે તેની સાથે લગ્ન કરવા પડશે. બાદમાં મેલા ફિલ્મ લોપ ગઈ અને બન્નેએ લગ્ન કરી લીધા.