ટ્વિટર ડાઉન થયું, યુઝર્સને ૧ કલાક સુધી પેજ લોડ કરવામાં પડી રહી હતી મુશ્કેલી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરમાં રવિવારે ટેકનીકલ ખામી જોવા મળી છે. જેમાં ભારતમાં ઘણા વપરાશકર્તાઓને ડેસ્કટોપ વર્ઝન પર ટ્વિટર ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. એક વેબસાઇટ, downdªector.in પર ઉપલબ્ધ ડેટા અનુસાર, હજારો લોકોએ રવિવારે સાંજે ૬:૪૫ થી ૭ વાગ્યાની વચ્ચે ટ્વિટર ડાઉન હોવાની જાણ કરી છે. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર છેલ્લા ઘણા દિવસોથી સતત ચર્ચામાં છે. તેનું કારણ કંપનીના નવા માલિક એલોન મસ્ક અને તેના ઘણા મોટા અને કડક નિર્ણયો છે. ટ્વિટરે ગયા મહિને બ્લુ ટિક વેરિફિકેશન અને પ્રી-વેરિફાઈડ એકાઉન્ટ્સ માટે પેઈડ સબસ્ક્રિપ્શન સેવા શરૂ કરી હતી. મોટાભાગના યુઝર્સે આ અંગે ઈલોન મસ્કની ટીકા પણ કરી છે. જોકે, ટ્વિટરના નવા માલિક મસ્કનું કહેવું છે કે જે યુઝર ટ્વિટર બ્લુને સબસ્ક્રાઈબ કરે છે તેમને પણ ઘણી ખાસ સુવિધાઓ મળશે. આ સિવાય ઈલોન મસ્કે ટ્વિટરની માલિકી મેળવતાની સાથે જ કંપનીના તત્કાલીન સીઈઓ પરાગ અગ્રવાલ સહિત હજારો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. તમને જણાવી દઈએ કે ટ્વિટર ફરી એકવાર તેની ’બ્લુ ચેકમાર્ક’ સર્વિસ શરૂ કરવાનો પ્રયાસ કરી રહૃાું છે. એક મહિના પહેલા તેનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. સોશિયલ મીડિયા કંપનીએ શનિવારે કહૃાું કે તે યુઝર્સને બ્લુ વેરિફાઈડ એકાઉન્ટ અને વિશેષ સુવિધાઓ મેળવવા માટે સોમવારથી ટ્વિટર બ્લુનું સબ્સ્ક્રિપ્શન ખરીદવાની મંજૂરી આપશે. બ્લુ ચેકમાર્ક મૂળભૂત રીતે કંપનીઓ, સેલિબ્રિટીઓ, સરકારી સંસ્થાઓ અને પત્રકારોને આપવામાં આવે છે જેઓ Twitter દ્વારા ચકાસવામાં આવે છે. ઑક્ટોબરમાં ૪૪ બિલિયન ડૉલરમાં ટ્વિટર ખરીદ્યા પછી, એલોન મસ્કે દર મહિને ઇં૮ની ફી પર કોઈને પણ બ્લુ ટિક આપવાની સેવા શરૂ કરી, પરંતુ કેટલાક નકલી વપરાશકર્તાઓએ બ્લુ ટિક પણ મેળવી લીધી, જેના કારણે ટ્વિટરે આ સેવા બંધ કરી દૃીધી. હવે ફરીથી લોંચ કરાયેલી સેવાનો ખર્ચ વેબ વપરાશકર્તાઓ માટે દર મહિને ઇં૮ અને iPhone વપરાશકર્તાઓ માટે દર મહિને ઇં૧૧ થશે. ટ્વિટરે જણાવ્યું હતું કે સબ્સ્ક્રાઇબર્સ ઓછી જાહેરાતો જોશે, લાંબી વિડિઓઝ પોસ્ટ કરી શકશે અને તેમની ટ્વીટ્સ વધુ સ્પષ્ટપણે દર્શાવવામાં આવશે.