અમરેલી,
જેમ જેમ ઠંડી વધે છે તેમ તેમ કોરોના ના કેસો ઓછા આવી રહયા છે જયારે ગરમી વધી હોય ત્યારે કેસો વધુ આવી રહયા છે હમણા હમણા બે દિવસથી વધેલી ઠંડીને કારણે કેસની સંખ્યા ઓછી આવી રહી છે આજે સોમવારે અમરેલી જિલ્લામાં કોરોનાના 109 કેસો નોંધાયા છે જેમા સૌથી વધુ કેસ અમરેલી શહેરમાં 38 કેસ, ધારીમાં ઉછાળો આવ્યો હોય તેમ 24 કેસ સાવરકુંડલામાં 22 અને રાજુલામાં કોરોનાના 10 તથા બગસરામાં 8, લાઠીમાં 3 અને લીલીયા,કુંકાવાવ, ખાંભા,જાફરાબાદમાં એક એક પોઝિટીવ કેસ નોંધાયા છે અને જિલ્લામાં એકટીવ કેસની સંખ્યા 754 થઇ છે આજે 3987 સેમ્પલ લેવાયા હતા.