ડબલ્યુએચઓ ચીફ પર ઇથોપિયાના નરસંહારમાં મદદ કરવાનો આરોપ મૂક્યો

કોરોના મહામારીને છુપાવામાં ચીનની મદદ કરવાના આરોપમાં ઘેરાયેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ચીફ ટેડ્રોસ અધાનોમ ગેબ્રેયેસસ વધુ એક આરોપમાં ખરાબ રીતે બરાબરના ઘેરાયા છે. ટેડ્રોસની વિરૂદ્ધ નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ થયેલા અમેરિકન ઇકોનોમિસ્ટ ડેવિડ સ્ટેઇનમાનએ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. ડેવિડએ ડબલ્યુએચઓ ચીફ પર ઇથોપિયાના નરસંહારમાં મદદ કરવાનો આરોપ મૂક્યો.

ડેવિડે આરોપ લગાવ્યો છે કે ટેડ્રોસ અધનોમે એક ‘મહત્વપૂર્ણ નિર્ણય નિર્માતા હોવાના કારણે વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૫ સુધી ઇથોપિયાના સુરક્ષાબળોને કાર્યવાહી કરવાનો નિર્દૃેશ આપ્યો હતો. તેમણે કહૃાું કે ટેડ્રોસ એ ત્રણ અધિકારીઓમાં સામેલ હતા જે આ દરમ્યાન સુરક્ષા સેવાઓના પ્રભારી હતા. આ દરમ્યાન મોટાપાયા પર ઇથોપિયાના લોકોને ‘ત્રાસ આપવામાં આવ્યો અને તેમની ‘હત્યા કરાઇ.

ટેડ્રોસે ૨૦૧૬ સુધી ઇથોપિયાના વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી અને તે સમયે તેમની પીપલ્સ લિબરેશન ફ્રંટ પાર્ટી સત્તામાં હતી. ટિગ્રે વિસ્તારમાં ઉછરેલા ટેડ્રોસ વર્ષ ૨૦૦૫ થી ૨૦૧૨ સુધીમાં ઇથોપિયાના આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે. વર્ષ ૨૦૧૭માં ટેડ્રોસ ડબલ્યુએચઓના ચીફ તરીકે ચૂંટાયા. તેઓ પ્રથમ એવા આફ્રિકન નેતા હતા જેમને આટલી મોટી જવાબદારી માટે પસંદ કરવામાં આવ્યા હતા. જો કે તેમના કાર્યકાળ દરમ્યાન દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાયો અને આ મહામારીને છુપાવામાં ચીનની મદદ કરવાના આરોપોને લઇ વિવાદોમાં આવી ગયા.

ડેવિડે દાવો કર્યો કે ડબલ્યુએચઓ ચીફે અમહારા, કોન્સો, ઓરોમો અને સોમાલી જનજાતિના સભ્યોની હત્યાઓ અને તેમને શારીરિક તથા માનસિક રીતે નુકસાન પહોંચાડવાને અવગણ્યું. આ ગુનાહિત પગલાઓનો હેતુ ઇથોપિયન જાતિઓને સંપૂર્ણપણે અથવા તો કેટલાંક હિસ્સાના સંપૂર્ણપણે ખત્મ કરી દેવાનો હતો. ડેવિડ ઇથિયોપિયાના લોકશાહી ચળવળના ૨૭ વર્ષ સુધી વિદેશી સલાહકાર રહૃાા તેમને ૨૦૧૮માં જીત મળી.