ડરના જરૂરી હૈ: ભારત ફરી સર્જિકલ સ્ટ્રાઇક કરવાનું હોવાનો પાકનો દાવો

  • સર્જિકલ સ્ટ્રાઇક થવાની ગુપ્તચર બાતમી છે: પાક વિદેશમંત્રી

 

 

પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરૈશીએ અબુ ધાબીમાં કહૃાું હતું કે ભારત ફરી અમારા પર સર્જિકલ સ્ટ્રાઇક કરવાનું છે એવી મને માહિતી મલી હતી.

ભારતમાં હાલ સર્જાયેલા ટેન્શન અને આંતરિક સમસ્યાઓ તરફથી લોકોનું ધ્યાન બીજે દોરવા ભારત આવું કરવાનું વિચારી રહૃાું હતું અને પોતાના મિત્ર દેશો કનેથી આ બાબતમાં સહમતિ મેળવવાના પ્રયાસો કરી રહૃાું હતું એમ કુરૈશીએ પત્રકાર પરિષદમાં કહૃાું હતું.

મૂળ તો પાકિસ્તાન હવે ભીતરથી ડરી ગયું હતું. વરસો સુધી આતંકવાદને પોષ્યા પછી અને ભારતમાં હુમલા કરાવ્યા પછી થોડા સમય પહેલાં ભારતીય લશ્કરે પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઇક કરીને કેટલાક આતંકવાદી શિબિરો તોડી પાડ્યા બાત પાકિસ્તાન ગભરાઇ ગયું હતું.

હવે જ્યારે જ્યાં તક મળે ત્યાં પાકિસ્તાન આ એક જ સૂર આલાપે છે કે ભારત અમારા પર ફરી સર્જિકલ સ્ટ્રાઇક કરશે. પાકિસ્તાનના વગદાર અખબાર ડૉનના રિપોર્ટ મુજબ યુનાઇટેડ આરબ અમીરાતની બે દિવસની મુલાકાતે ગયેલા કુરૈશી પત્રકારો સાથે વાત કરી રહૃાા હતા. તેમણે કહૃાું કે અમે આ માસના આરંભે અમારા લશ્કરને હાઇ એલર્ટ પર મૂકી દીધું હતું કારણ કે ભારત સર્જિકલ સ્ટ્રાઇક કરવાનું હોવાની માહિતી અમને સમયસર મળી ગઇ હતી.

અત્યાર અગાઉ પાકિસ્તાનની સત્તાવાર ટેલિવિઝન ચેનલ જિયોએ એવો અહેવાલ વહેતો કર્યો હતો કે ભારત હુમલાની તૈયારી કરી રહૃાું હોવાનું વિશ્ર્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.