ડાકોરમાં દિવાળી નિમિત્તે રણછોડરાયજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર

દિવાળી નજીક આવી ગઇ હોવાને કારણે રાજ્યમાં આવેલા કેટલાંક મંદિરોના સમયમાં ફેરફાર કરવામાં આવી રહૃાાં છે. નોંધનીય છે કે, કોરોના મહામારીને કારણે હાલમાં ઘણાં ખરા મંદિરોના સમયમાં ફેરફાર કરાયો છે. ત્યારે ભક્તોનું આસ્થારૂપી મંદિર ડાકોરના રણછોરાયજી મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંગળા આરતીથી લઇને શયન આરતી સુધીમાં તમામ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, દિવાળી નજીક આવી હોવાંથી ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખીને ડાકોરના મંદિરમાં સમયમાં ફેરફાર કરાયો છે. મંદિરમાં સવારે ૬:૪૫ કલાકના અરસામાં મંગળા આરતી થશે. સવારે ૬:૪૫ થી ૯:૦૦ વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે. ૧૪ નવેમ્બરના રોજ હાટડી દર્શન થશે. સવારે ૯ વાગ્યા બાદ ઠાકોરજી ભોગ આરોગવા બિરાજમાન થશે. સવારે ૯:૩૦થી ૧૧:૧૫ કલાક સુધી દર્શન માટે મંદિર ખુલશે.

બાદમાં બપોરે ૧૨ કલાકે ભગવાનના રાજભોગ દર્શન થશે અને ત્યાર બાદ ભગવાન પોઢી જશે. ૧૫મીએ ભગવાનનો અન્નકુટ ઉત્સવ ઉજવાશે. બપોરે ૩:૩૪ કલાકે નિજ મંદિર ભક્તોના દર્શન માટે ખુલ્લું મુકવામાં આવશે. અંતે બપોરે ૪:૦૦થી ૫:૨૦, બપોરે ૫:૪૦થી ૬:૩૦ અને ત્યાર બાદ ૭:૧૫એ સુખડીભોગ ધરાવીને ભગવાન પોઢી જશે.