ડિજિટલ પેમેન્ટમાં ધરખમ વધારો નોંધાયો: આરબીઆઇ

રિઝર્વ બૅક્ધની કેશલેસ અને ઓછી રોકડના વપરાશવાળા અર્થતંત્રને પ્રોત્સાહન આપવાના પ્રયત્નના પરિણામે પાછલાં પાંચ વર્ષમાં ડિજિટલ પેમેન્ટમાં ધરખમ વધારો નોંધાયો છે.
રિઝર્વ બૅક્ધે જાહેર કરેલા આકડાં પ્રમાણે ૨૦૧૫-૧૬થી ૨૦૧૯-૨૦ વચ્ચે ડિજિટલ પેમેન્ટમાં ૫૫.૧ ટકાના ચક્રવૃદ્ધિ દરે વધારો નોંધાયો હતો અને માર્ચ ૨૦૧૬ના ૫૯૩.૬૧ કરોડથી વધીને માર્ચ ૨૦૨૦માં ૩૪૩૪.૫૬ કરોડ થયો હતો. આ સમયગાળામાં રૂ. ૯૨૦.૩૮ લાખ કરોડથી મૂલ્ય પ્રમાણે વધીને રૂ. ૧૬૨૩.૦૫ લાખ કરોડ થયો હતો, જે વાર્ષિક ૧૫.૨ ટકાના ચક્રવૃદ્ધિ દરે વધ્યો હતો.
વાર્ષિક હિસાબે ૨૦૧૬-૧૭માં ડિજિટલ પેમેન્ટ ૫૯૩.૬૧ કરોડથી વધીને ૯૬૯.૧૨ કરોડ વધીને રૂ. ૧૧૨૦.૯૯ લાખ કરોડ થયું હતું.
એ જ રીતે ૨૦૧૭-૧૮માં ડિજિટલ પેમેન્ટ વધીને ૧૪૫૯.૦૧ કરોડ વધીને રૂ. ૧૩૬૯.૮૬ લાખ કરોડ થયું હતું. ૨૦૧૮-૧૯માં ડિજિટલ પેમેન્ટ વધીને ૨૩૪૩.૪૦ કરોડ વધીને રૂ. ૧૬૩૮.૫૨ લાખ કરોડ થયું હતું.
જોકે, નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ગત વર્ષ કરતાં ધરખમ વધારો થઇને ૩૪૩૪.૫૬ કરોડ ટ્રાંઝકશન થયા હતા, પણ મૂલ્ય ઘટીને રૂ. ૧૬૨૩.૦૫ લાખ કરોડ થયું હતું.
આ વર્ષે કોરોનાના રોગચાળા અને વ્યાપકસ્તરે કરવામાં આવેલા લૉકડાઉનને કારણે ડિજિટલ પેમેન્ટમાં હજુ અનેકગણો વધારો થવાનો અને મૂલ્યમાં પણ ઘટાડો થવાનો અંદાજ રિઝર્વ બૅક્ધે જાહેર કર્યો છે.