ડિપ્રેશન સમયે વિરાટ કોહલીએ સાથ આપ્યો હતો: મેક્સવેલનો ખુલાસો

ગ્લેન મેક્સવેલે આઈપીએલ પહેલા વિરાટ કોહલી અંગે મોટો ખુલાસો કર્યો છે. મેક્સવેલે જણાવ્યું કે, ૨૦૧૯માં તેને માનસિક કારણને લીધે ક્રિકેટથી દૂર રહેવુ પડ્યુ હતું તેવા સમયે વિરાટ કોહલીએ સાથ આપ્યો હતો.

આઈપીએલનાં ૧૪માં સિઝનમાં વિરાટ કોહલીની આગેવાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગ્લેન મેક્સવેલને હરાજીમાં ૧૪.૨૫ કરોડ રુપિયામાં ખરીદ્યો છે. આઈપીએલ ૨૦૨૦માં પંજાબની ટીમમાં ખરાબ પ્રદર્શનને લીધે તેને ટીમમાંથી રિલીઝ કરી દેવામાં આવ્યો હતો. પણ હવે આ પ્લેયર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમશે. વિરાટ કોહલી આગામી સિઝનમાં ગ્લેન મેક્સવેલનો પણ કેપ્ટન રહેશે.

આઈપીએલની આગામી સિઝન પહેલા ઓસ્ટ્રેલિયાનાં આ પ્લેયરે મોટો ખુલાસો કર્યો છે. ગ્લેન મેક્સવેલે જણાવ્યું કે, તેની કોહલી સાથે ખૂબ સરસ મિત્રતા છે અને જ્યારે તે ૨૦૧૯માં માનસિક કારણોને લીધે ક્રિકેટમાંથી વિશ્રામ પર હતો ત્યારે ભારતીય સ્ટાર પ્લેયર વિરાટ કોહલી તેનાં સમર્થનમાં આવ્યો હતો. મેક્સવેલે કહૃાુ કે, તેણે મારુ ખુલીને સમર્થન કર્યું હતું. એક રીતે તે મારી બધી બાબતને સમજી ગયો હતો અને તે સમજી ગયો હતો કે હું કેવી પરિસ્થિતમાંથી પસાર થઈ રહૃાો હતો.