ડિલિવરી બાદ પ્રથમ વખત પાર્ટીમાં જોવા મળી કરીના કપૂર

ડિલીવરી બાદ પહેલી વખત કરીના તેની ગેંગ સાથે પાર્ટી એન્જોય કરતાં જોવા મળી છે. જેની તસવીરો થઈ વાયરલ.

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન હાલમાં જ ફરી માતા પિતા બન્યા છે. ૨૧ ફેબ્રુઆરીએ બેબોએ તૈમૂરના નાના ભાઈને જન્મ આપ્યો છે. કરીના અને તેના બેબીને મળવા બોલિવૂડ સેલિબ્રિટીસ સતત તેના ઘરે પહોંચી રહૃાાં છે. હાલમાં જ કરીનાને મળવાં તેની આખી ગર્લ ગેંગ એકસાથે પહોંચી હતી. ડિલીવરી બાદ પહેલી વખત કરીના તેની ગેંગ સાથે જોવા મળી છે. ડિલીવરી બાદ કરીના સાથે એન્જોય કરતા જોવા મળી છે.

કરીનાના બેબીને જોવા અને પોતાનીમિત્રનો હાલ જાણવા બેબોની ફ્રેન્ડ્સ પહેલાં પણ આવી ચૂકી છે. પરંતુ આ વખતે બધાંએ સાથે આવી કરનીનાને સરપ્રાઇઝ આપી હતી અને આ દરમિયાન ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા પણ સૈફ-કરીનાનાં ઘરે એક મોટું ગિટ લઇને આવ્યાં હતા.

તસવીરમાં કરીના, સૈફ અલી ખાન, મલાઇકા અરોરા, કરિશ્મા કપૂર, અમૃતા અરોરો, નતાશા પૂનાવાલા અને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા પણ જોવા મળી રહૃાાં છે. બેબી બર્થ બાદ આ પેહલી વખત છે જ્યારે કરીના અને સૈફ એક સાથે કોઈ ફોટો ફ્રેમમાં જોવા મળ્યાં છે. સોશિયલ મીડિયા પર ગર્લ ગેંગે આ તસવીર શેર કરી છે.