ડિવિઝન બેંચના બન્ને જજના મત અલગ, હવે અંતિમ નિર્ણય સુપ્રીમ કોર્ટની મોટી બેંચ કરશે

શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધ મૂકવાના કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ હેમંત ગુપ્તા અને સુધાંશુ ધુલિયાની ડિવિઝન બેંચ આ મામલે પોતાનો ચુકાદો જાહેર કર્યો. શિક્ષણ સંસ્થાનોમાં હિજાબ પર પ્રતિબંધના મામલે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આપવામાં આવ્યો. હિજાબ કેસમાં સુપ્રીમ કોર્ટના બન્ને જજોનો મત અલગ અલગ છે. સંવિધાનિક પીઠને મોકલવામાં આવી શકે છે. જસ્ટિસ ગુપ્તાએ પ્રતિબંધનો વિરોધ કરતી અરજીને ફગાવી દૃીધી. બીજી તરફ જસ્ટિસ સુધાંશુ ધુલિયાનો નિર્ણય હિજાબ પર પ્રતિબંધના પક્ષમાં છે. બન્ને જજોનો નિર્ણય એકબીજાથી સાવ અલગ અલગ છે. હિજાબ પર પ્રતિબંધનો મામલો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સમક્ષ સોંપી દૃેવાયો છે. જે અંતર્ગત હવે આ મામલો સુપ્રીમ કોર્ટની મોટી બેંચ સમક્ષ સોંપી દૃેવામાં આવ્યો છે. હવે ત્રણ જજોની બેંચ હિજાબ કેસ અંગે નિર્ણય આપશે. બે જજોની બેંચ વચ્ચે આ મામલે મતમતાંતર સામે આવતા હવે સુપ્રીમ કોર્ટની મોટી બેંચને આ મામલો ટ્રાન્સફર કરી દૃેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છેકે, આ પહેલા સુપ્રીમ કોર્ટે હિજાબ કેસમાં કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને પડકારતી વિવિધ અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ કેસમાં ૨૧ વકીલો વચ્ચે દસ દિવસ સુધી દલીલો ચાલી હતી. શિક્ષણ સંસ્થાનોમાં હિજાબ યથાવત રહેશે કે નહીં. તે મુદ્દે ભારે ઓહાપોહ મચ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં આજે આ મામલે મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો. જેમાં બે જજોની બેંચ વચ્ચે મતમતાંતર જોવા મળ્યું. કર્ણાટક હાઈકોર્ટમાં આજ વર્ષે ૧૫ માર્ચના રોજ ઉડુપ્પીના સરકારી પ્રી યૂનિવર્સિટી ગર્લ કોલેજની મુસ્લિમ વિદ્યાર્થિનીઓની એ અરજીને ફગાવી દૃેવાઈ હતી, જેમાં વર્ગ ખંડ એટલેકે, ક્લાસમાં હિજાબ પહેરવાની મંજૂરી માંગવામાં આવી હતી.