ડિસેમ્બરમાં કોરોના વેક્સિન તૈયાર થાય તો બજારમાં આવતા બેથી ત્રણ મહિના લાગે

  • સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવે કર્યો ખુલાસો

    માર્ચ ૨૦૨૧ સુધીમાં ભારત COVID – ૧૯ રસી મળી શકે છે જો કે તે ફક્ત ડિસેમ્બર ૨૦૨૦માં તૈયાર થઈ શકે છે. તેને બજારમાં લાવવામાં બે થી ત્રણ મહિનાનો સમય લાગશે. આ વાતનો ખુલાસો સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો.સુરેશ જાધવએ કર્યો છે.
    જાધવે ICALIDD ના સહયોગથી હીલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ઈન્ડિયા વેકસીન એક્સેસિબિલીટી ઇ-સમિટમાં કહૃાું હતું કે માર્ચ ૨૦૨૧ સુધીમાં ભારતને કોવિડ-૧૯ રસી મળી શકે છે, નિયમનકારો આ પ્રક્રિયાને વેગ આપી રહૃાા છે, ઘણા ઉત્પાદકો તેના પર કામ કરી રહૃાા છે.
    ડૉ. જાધવે કહૃાું કે ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં ભારતને રસીના ૬૦-૭૦ મિલિયન ડોઝ મળશે પરંતુ માર્ચ ૨૦૨૧માં બજાર આવે તેવી શક્યતા છે. ડિસેમ્બરથી માર્ચ વચ્ચેનો સમય લાઇસન્સ આપવાની પ્રક્રિયા માટેનો રહેશે. હાલમાં એસઆઇઆઇ રસીના બીજા અને ત્રીજા તબક્કાનું પરીક્ષણ કરી રહૃાા છે. ડૉ.જાધવે કહૃાું છે કે ભારત રસી લાવવા તરફ ઝડપથી આગળ વધી રહૃાું છે. બે ઉત્પાદકો પહેલેથી જ ત્રીજા તબક્કાના પરીક્ષણમાં પહોંચી ચૂકી છે જ્યારે બીજી એક બીજા તબક્કાના પરીક્ષણમાં છે, તદ્ઉપરાંત અન્ય ઘણા પ્લેયર હવે આ રેસમાં સામેલ થઈ રહૃાા છે.
    તેમણે કહૃાું કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દર વર્ષે ૭૦૦-૮૦૦ મિલિયન રસી ડોઝનું ઉત્પાદન કરી શકે છે. ૧૬ સપ્ટેમ્બરના રોજ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ એસઆઇઆઇને ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા કોવિડ-૧૯ રસી માટે તેના બીજા તબક્કા અને ત્રીજા તબક્કાના પરીક્ષણો ફરી શરૂ કરવાની મંજૂરી આપી.