ડીઆરએસના નિર્ણય માટે હું એકલો જવાબદાર નથી, પંતે પણ નિરાશ કર્યા: અશ્વિન

રવિચંદ્રન અશ્વિને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ તાજેતરમાં જ સમાપ્ત થયેલ ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેણે પોતાની બોિંલગથી દમદાર રમત દેખાડી પરંતુ ડીઆરએસને લઇ તેનો નિર્ણય સારો રહૃાો નહીં. અશ્વિન અને કોહલીની જોડી એલબીડબલ્યુના ગણા રેફલરને લઇ યોગ્ય સાબિત થઇ નહીં. હવે રવિચંદ્રન અશ્વિને આ અંગે પ્રતિક્રિયા આપી છે. અશ્ર્વિને માન્યુ કે તે ભવિષ્યમાં તેને સુધારશે. જોકે તેણે એ પણ કહૃાું કે, ખોટા ડીઆરએસ માટે તે એકલો જવાબદાર નથી. તેણે કહૃાું કે, વિકેટકીપર રિષભ પંતે ‘તેને નિરાશ કર્યો છે. અશ્ર્વિને કહૃાું કે, પંત એંગલ અને યોગ્ય ઉછાળાનો અંદાજો લગાવી શક્યો નહી અને આ કારણે જ તેને મદદ મળી નહીં.

એક વાતચીતમાં અશ્વિને કહૃાું,મને લાગે છે કે, લોકે જે પ્રકારે મને ડીઆરએસને લઇ જોઇ રહૃાા છે તેને લઇ બદલાવની જરૂર છે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ આ સિરીઝ પહેલા ડીઆરએસને લઇ મારા અનુમાન ખુબ જ સારા રહૃાા છે. મે યોગ્ય સવાલ પૂછ્યા છે. હું જાણું છું કે બોલ લાઇન પર હિટ થઇ છે કે નહીં. પરંતુ લાઇન સિવાય હું ક્યાં એંગલથી બોલ ફેંકી રહૃાો છું, બોલ પર કેટલો ઉછાળો આવી રહૃાો છે. તે માટે મારે વિકેટકીપરની મદદની જરૂર હોય છે. હું તેને એક બાજૂ લઇ ગયો અને મેં કહૃાું કે આપણે બેસીને વાત કરવી જોઇએ કારણ કે રવિભાઇને મારા ડીઆરએસને લઇ કેટલીક ફરિયાદો છે.

તેણે કહૃાું,જો મારે કોઇ સુધાર કરવાની જરૂર છે તો હું સો ટકા પ્રયાસ કરીશ. હું ભવિષ્યની સિરીઝ માટે ડીઆરએસને લઇ વધારે સજગ રહીશ. હું ધ્યાન રાખીશ અને અમે ગત ગણા સમયથી લાલ માટીની પિચો પર રમી રહૃાા છીએ. આથી ગણો અંતર આવે છે.