ડીઆરડીઓએ સેના માટે બનાવી મીડિયમ રેન્જ સરફેસ ટૂ એર મિસાઈલ

  • આંખના પલકારામાં ટાર્ગેટને હિટ કરશે

    ભારતએ ઓરિસ્સાના ચાંદીપુરમાં આવેલ ઇંટીગ્રેટેડ ટેસ્ટ રેન્જમાં પહેલી વખત મધ્યમ અંતરથી સપાટી પરથી હવામાં માર કરનાર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું. આ મિસાઇલને આંતરરાષ્ટ્રીય સ્તર એમઆરએસએએમથી ઓળખાય છે. ભારતના આ પરીક્ષણથી દુશ્મન દેશોની સ્થિતિ ખરાબ થઇ રહી છે. કારણ એ છે કે આ મિસાઇલ અને તેની ટેકનોલોજી ઇઝરાયલથી લાવવામાં આવી છે.
    ભારતીય સેના માટે બનાવામાં આવેલ આ એમઆરએસએએમ મિસાઇલને ભારતના ડીઆરડીઓ અને ઇઝરાયલના આઇએઆઇએ મળીને બનાવી છે. એમઆરએસએએમ આર્મી વેપન સિસ્ટમમાં કમાન્ડ પોસ્ટ, મલ્ટી ફંકશન રડાર, મોબાઇલ લોન્ચર સિસ્ટમ હોય છે. આ ઇઝરાયલની ખતરનાક મિસાઇલ બરાક-૮ પર આધારિત છે.
    એમઆરએસએએમનું વજન અંદાજે ૨૭૫ કિલોગ્રામ હોય છે. લંબાઇ ૪.૫ મીટર અને વ્યાસ ૦.૪૫ મીટર હોય છે. આ મિસાઇલ પર ૬૦ કિલોગ્રામ વોરહેડ એટલે કે હથિયાર લોડ કરી શકે છે. આ બે સ્ટેજની મિસાઇલ છે, જે લોન્ચ થયા બાદ ધુમાડો ઓછો છોડે છે.
    એક વખત લોન્ચ થયા બાદ એમઆરએસએએમ આકાશમાં સીધી ૧૬ કિલોમીટર સુધી ટાર્ગેટને ઠાર કરી શકે છે. આમ તો તેની રેન્જ અડધા કિલોમીટરથી લઇ ૧૦૦ કિલોમીટર સુધી છે. એટલે કે આ રેન્જમાં આવનારા દુશ્મન યાન, વિમાન, ડ્રોન કે મિસાઇલને નેસ્તાનાબુદ કરી શકે છે.
    એમઆરએસએએમ મિસાઇલમાં નવી વાત રેડિયો ફ્રિકવન્સી સીકર એટલે કે આ દુશ્મનનું યાન. જો ચકમો આપવા માટે માત્ર રેડિયોનો ઉપયોગ કરી રહૃાું છે તો પણ તેને તોડી પાડી શકશે. તેની ગતિ ૬૮૦ મીટર પ્રતિ સેકન્ડ એટલે કે ૨૪૪૮ કિલોમીટર એક કલાકની છે. તેની ગતિ પણ તેને ખૂબ જ ઘાતક બનાવે છે.
    ભારતે ઇઝરાયલથી એમઆરએસએએમ મિસાઇલના પાંચ રેજીમેન્ટ ખરીદવાની વાત કરી છે. તેમાં ૪૦ લોન્ચર્સ અને ૨૦૦ મિસાઇલ આવશે. આ ડીલની કિંમત અંદાજે ૧૭૦૦૦ કરોડ રૂપિયા છે. આ મિસાઇલોની તૈનાતીથી ભારતને વાયુ સુરક્ષા કવચ બનાવામાં મદદ મળશે. આશા છે કે ૨૦૨૩ની સાલમાં તેની તૈનાતી કરી દેવાશે.