ડી.સી.એફ. ની સૂચના થી ઇમરજન્સી સિંહ ને બચાવવા માટે લાઈન એમ્બ્યુલન્સ દોડાવી

  • પીપાવાવ જતી ઉંચેયા નજીક ગુડ્સ ટ્રેન હડફેટે આવતા સિંહ ઘાયલ સારવાર માટે લાઈન એમ્બ્યુલન્સ મારફત જૂનાગઢ સક્કરબાગ રવાના કરાય
રાજુલા તાલુકા ના પીપાવાવ રેલવે ટ્રેક પર ઉંચેયા ગામ નજીક 15 નંબર ના ફાટક આગળ ઇસુબભાઈ ની વાડી પાસે વહેલી સવારે 6 વાગ્યા આસપાસ ઘટના બની અહીં પીપાવાવ તરફ ગુડ્સ ટ્રેન ચાલક જતો હતો એ દરમ્યાન સિંહ અહીં ફેન્સીગ હોવા છતા ઘુસી જાય છે તેવા સમયે ઘુસી જાય છે જોકે પ્રથમ વાર ટ્રેકર દ્વારા દૂર ખસેડી બહાર ખસેડાયો હતો ત્યાર બાદ ફરી આગળ થી ઘુસી ગયો અને અકસ્માત સર્જાયો જેના કારણે પીઠ પાછળ ના ભાગે સિંહ ઘાયલ થયો હતો ટ્રેકર દ્વારા વનવિભાગ ને જાણ કરી રાજુલા બૃહદગીર રેન્જ નો સ્ટાફ દોડી આવ્યો અને તાત્કાલિક પ્રથમ બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે પ્રાથમિક સારવાર આપી સિંહ વધુ ઘાયલ ના સમચાર ડી.સી.એફ.નિશા રાજ ને મળતા તાકીદે લાઈન એમ્બ્યુલન્સ મારફતે જૂનાગઢ સક્કરબાગ ખાતે રવાના કરાયો જયા વધુ સિંહ ની સારવાર કરાશે જોકે અહીં થી એમ્બ્યુલન્સ ની અંદર ડોકટર ટીમો દ્વારા ચાલુ ગાડી એ સારવાર શરૂ કરી દેવાય છે સિંહ ને બચાવવા માટે વનવિભાગ દ્વારા પ્રયાસો શરૂ કરાયા હતા અહીં સૂત્રો પાસે થી એવી પણ વિગતો મળી રહી છે વર્ષો પહેલા જે સ્થળે 2 સિંહબાળ ના અકસ્માતે મોત થયા હતા એ સ્થળ પર જ ફરી અકસ્માત ની ઘટના આજે બની હતી સમગ્ર ઘટના ની જાણ થતા ડી.સી.એફ. કક્ષા ના અધિકારી ઓ દોડી આવ્યા હતા અને બપોર બાદ પાલીતાણા શેત્રુંજી ડીવીઝન ના ડી.સી.એફ. દ્વારા વિશેષ તપાસ માટે વનવિભાગ ની 1 ખાસ ટીમ બનાવાય છે જે ઘટના સ્થળ પર તપાસ કરી ડી.સી.એફ ને રિપોર્ટ સોંપશે ઘટના ને પગલે મોટાભાગ નો સ્ટાફ ઓફિસરો બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે પોહચ્યો હતો અને આ સિંહ ને આશરે 4 વર્ષ જેટલી ઉંમર મનાય રહી છે
તપાસ માટે 1 ટીમ બનાવી છે- DCF
પાલીતાણા ડીવીઝન ના DCF નો સંપર્ક કરતા કહ્યું સિંહ ને બચાવવા માટે પ્રાથમિક સારવાર બાબરકોટ એનિમલ કેર સેન્ટર માં અપાય ત્યાર બાદ લાઈન એમ્બ્યુલન્સ ઇમરજન્સી જૂનાગઢ સક્કરબાગ માં સિંહ ને રવાના કર્યો જયા તેમને વધુ સારવાર મળી શકે ઉપરાંત ઘટના સ્થળે અકસ્માત કેવી રીતે સર્જાયો તેની માટે ખાસ વિશેષ 1 વનવિભાગ ની ટીમ બનાવાય છે તે તપાસ કરશે