ડુંગરમા કોરોનાનાં બે કેસ નોંધાતા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઇ

  • ડુંગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કોરોના ટેસ્ટ કેમ્પમાં બે કેસો નોંધાયા 

ડુંગર,
રાજુલા તાલુકાના ડુંગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કોવિડ એન્ટીજન ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમા તાવ,શરદી,ઉધરસ વાળા,કો-મોરબીડ લોકો જેવા કે હાઈપરટેન્શન અને ડાયાબિટીસ તેમજ સુપરસ્પ્રેડર સહિતના લોકોની ટેસ્ટીંગની કામગીરી હાથ ધરતા ટોટલ 50 લોકોના ટેસ્ટની કામગીરી દરમિયાન બે કોરોના પોઝિટિવ મળી આવતા આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક તેમને હોસ્પિટલમાં દાખલ કરી કન્ટેનમેન્ટ અને બફર જોનની કામગીરી ડુંગર સરપંચ પ્રતિનિધિ તથા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા શુક્લભાઈ બલદાણીયા,તાલુકા હેલ્થ ઓફિસર ડો.એન.વી.કલસરિયા,સુપરવાઇઝર નજુભાઈ કોટીલા,મયંકભાઈ ત્રિવેદી સહિતના આરોગ્ય તેમજ ગ્રામ પંચાયતના સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ.તેમજ ગામના લોકોને સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને અવરજવર કરવા તેમજ જો કોઈને શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા ડો.કલસરિયા દ્વારા જણાવેલ છે.