ડુંગર થી આસરણા રોડ અતિ બિસ્માર: વાહનચાલકો ત્રાહિમામ

રાજુલા,
ડુંગર થી આસરણા મહુવા ને જોડતો માર્ગ અતિ બિસમાર હાલત મા અહીં આ સ્ટેટ હાઇવે તાજેતર મા બન્યો છે પરંતુ ભ્રષ્ટાચાર ના કારણે મસમોટા ગાબડા પડ્યા છે ખાસ કરી ઇમરજન્સી એમ્બ્યુલન્સ અને 108 ચાલકો દર્દી ઓ અત્યંત પરેશાન છે ડુંગર થી આસરણા સુધી આવતા ગામો મોરંગી,માંડળ જેવા નાના મોટા અનેક ગામો આવેલા છે જે ભારે પરેશાન છે રાજુલા થી મહુવા જતા વાહન ચાલકો ભારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે વહેલી તકે સમારકામ કરવા લોક માંગ ઉઠી છે રાજય સરકાર ના તમામ વાહનો પણ આ પ્રકાર ના માર્ગ પર પસાર થય ને અનેક પ્રકાર માં વેરએન્ટેજ પણ આવી રહ્યા છે અંતે રાજય સરકાર ના લાખો કરોડો રૂપિયા નુ પાણી ફરી વળે છે તેવા દ્રશ્યો આ માર્ગ ના છે.