ડુંગર નજીક રીક્ષા સાથે ટ્રેકટર અથડાતા એકનું મોત

અમરેલી, નકલેશભાઇ બહાદુરભાઇ ભુરીયા ડુંગર ગામે મજુરી કામ પતાવી રીક્ષા નં.જીજે 05 બીડબલ્યુ 8150 માં બેસી સાજણવાવ જતા હતા.ત્યારે ડુંગર ગામથી થોેેડે દુર કોઇ અજાણ્યા ટ્રેકટરના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ટ્રેકટર ચલાવી રીક્ષા સાથે અથડાવી નકલેશભાઇને ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી ટ્રેકટર લઇ નાસી ગયાની દિલીપભાઇ બહાદુરભાઇ ભુરીયાએ નાગેશ્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.