ડુંગર પોલીસ સ્ટેશન વિસ્તારનાં રાભડા ગામેથી દેશી જામગરી સાથે એેક ઝડપાયો

અમરેલી,

એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.જી.દેસાઇ તથા એસ.ઓ.જી.પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી કે.ડી.હડીયા તથા એન.બી.ભટ્ટ તથા એસ.ઓ.જી.ટીમ તથા એ.ટી.એસ.ચાર્ટર લગત ડુંગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે રાભડા ગામથી વાંગર ગામ તરફ જવાના રોડ તરફ રામતલા નદીના પુલ ઉપર પાણીકોઠા ગામે રહેતો મુસાભાઇ દાદુભાઇ મોરી ગેરકાયદેસર એક હાથ બનાવટની દેશી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) પોતાના કબ્જામા રાખેલ છે અને તે આજરોજ કોઇ ગુન્હો કરવાની પેરવીમાં હોય જે અનુસંઘાને બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી રેઇડ કરતા એક હાથ બનાવટની દેશી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે મુસાભાઇ દાદુભાઇ મોરી ઉવ.30 ધંધો. મજુરી રહે મુળ પાણીકોઠા જાવંતરી રોડ તા.તાલાલા જિ.ગીર સોમનાથ હાલ રહે.રાભડા અરજણભાઇ દુલાભાઇ ગજેરાની વાડીયે તા.રાજુલા જિ.અમરેલીને ઝડપી પાડેલ છે. પકડાયેલ શખ્સનાં કબ્જામાંથી એક દેશી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે પકડી પાડેલ અને પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ગુન્હો દાખલ કરાવી આરોપીને વધુ તપાસ અર્થે ડુંગર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ .