ડેડાણ,
ડેડાણનાં જીવાપર પાસે રસ્તામાં મોતનાં કુવા જેવા ખાડાને કારણે રાહદારીઓ મોતને ભેટે તેવી સ્થિતિ સર્જાઇ છે. ડેડાણથી રાજુલા વાયા જીવાપર માર્ગમાં મોટુ જોખમ ઉભુ થયું છે. ડેડાણનાં જીવાપર પાસે રસ્તામાં મોતનો કુવો હોય તેવો ખાડો પડી જતા રાહદારી મોતને ભેટે તેવી સ્થિતિ સર્જાઇ છે. ભાજપ આગેવાન શ્રી દિનેશભાઇ હિરપરા દ્વારા કોઇનો ભોગ લેવાય તે પહેલા ખાડો રીપેર કરવા માંગ કરવામાં આવી છે. આ ખાડો જીવાપર ગામની પાસે જ આવેલો છે.