ડેડાણની ગ્રામ પંચાયતમાં છેલ્લા ચાર મહિનાથી કોમ્યુટર બંધ હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી

ડેડાણ,
ડેડાણ ગ્રામ પંચાયત માં છેલ્લા ચાર મહિના થી પંચાયત નું કોમ્યુટર બંધ છે જેથી સામાન્ય નાગરિક મુશ્કેલી વેઠી રહ્યો છે ડેડાણ ગામમા આશરે પંદર હજાર ની વસ્તી વસવાટ કરે છે ત્યારે ડેડાણ ગ્રામ પંચાયત માં કોમ્યુટર બંધ હોવાથી સામાન્ય માણસ ગ્રામ પંચાયત ના ધક્કા ખાય ને થાકી ગયા છે તેમજ ડેડાણ ગ્રામ પંચાયત ના તલાટી પણ પંચાયતે હાજર ન હોવાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે તો તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરવામાં આવે તેવી માગ કરતા ડેડાણ ગ્રામ પંચાયત ના સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન તમન્ના.એમ. પઠાણ કરવામાં આવી છે