ડેડાણને એસટી બોર્ડ દ્વારા અન્યાય

ડેડાણ,

ખાંભાના ડેડાણમાં એસટી દ્વારા લોકોને અન્યાય થઇ રહયો છે વર્ષો જુના રૂટ શેડયુલ પ્રમાણે ગીર ગઢડા, ઉના ગાંધીનગર વાયા ટીંબી નાગેશ્રી ડેડાણ ખાંભા અમરેલી થઇને બસ જતી તે ત્રણ વર્ષથી ધોકડવા, ખડાધાર ખાંભા કરી નાખી છે આ રૂટ ફરી વાયા ટીંબી નાગેશ્રી ડેડાણ કરવા માંગ ઉઠી છે જો તેમ નહી થાય તો આંદોલન કરવા ફરજ પડશે તેઓ સુર લોકોમાંથી ઉઠયો છે ઉનાથી સાંજના ડેડાણ જવા એકપણ બસ નથી ચાર વાગ્યે વેરાવળ સાંવરકુંડલા મળે તે પછી બસ નથી કોડીનાર સાવરકુંડલા વાયા ધોકડવા ખડાધાર થઇને જાય છે કોડીનાર કુંડલાથી સાંજના 5.30 કલાકે બસ ઉપડે છે તે પણ વાયા ટીંબીમાં આવે છે તેથી ડેડાણને ખાંભા કુંડલા જવામાં મુશ્કેલી પડે છે જુના રૂટ પ્રમાણે બસો શરૂ કરવા માંગ