ડેડાણમાં ખાણીપીણી વાળાઓનું ચેકીંગ કરાયું

કોરોના અંતર્ગત સરકારની ગાઇડ લાઇનનું પાલન કરવા આદેશ

ડેડાણ, ડેડાણમાં આજે બપોરે ખાંભાનાં મામલતદાર અને ટીડીઓ અને સ્ટાફે આઉટપોસ્ટનાં જમાદાર મહેશભાઇ વરૂ અને હોમગાર્ડ સ્ટાફ તથા સરપંચ નટુભાઇ રાઠોડ અને અન્ય કર્મચારીઓએ નાનામોટા વેપારીઓની દુકાનો, ખાણીપીણી, ફરસાણવાળાઓ સામે ઝુંબેશ હાથ ધરી કડક સુચનાઓ આપી હતી અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા અને ગાઇડલાઇનનું પાલન કરવા આદેશ કર્યો હતો.