ડેડાણમાં બપોરે ત્રણ વાગ્યે ધોધમાર વરસાદ

  • અંદાજે 2 ઇંચ ઉપરાંતનો વરસાદ પડયો : આજુબાજુના ગામોમાં પણ વરસાદ

ડેડાણ,
ખાંભાના ડેડાણમાં બપોરના 3 વાગ્યા આસપાસ વરસાદ થયો હતો એક સાથે બે ઇંચ જેટલો વરસાદ પડયાના વાવડ મળ્યા છે વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદના કારણે નીંગાળામાં ઘોડાપુર આવ્યુ હતુ નવા માલકનેશમાં પણ વરસાદ થયો હતો ડેડાણમાં ફરી વિજળીના ધાંધીયા શરૂ થયા છે ગમે ત્યારે વિજ પાવર બંધ થતા લોકો હેરાન પરેશાન થાય છે. ગઇ કાલે શનિવારે સવારના 9 થી 4 વાગ્યા સુધી અને સાંજે 4 વાગ્યા સુધી પાવર કાપ અપાયો હતો ફરી આજેબ પોરના પાવર બંધ થયો હતો .