ડેડાણમાં યુવાન ઉપર હુમલો

અમરેલી,

ખાંભા તાલુકાના ડેડાણ ગામે પશુ દવાખાના પાસે રહેતા ગુણવંતભાઈ હરીભાઈ જોગદીયા ઉ.વ.27 ને એકાદ વર્ષ પહેલા અજાણ્યા શખ્સ સાથે સામ સામા ભટકાયેલ જેમા સમાધાન કરવાનું કહેતા ના પાડતા યાકુબ અગવાન, શોયેબ અગવાન અને અજાણ્યા શખ્સે ગાળો બોલી ઢીકા પાટુ તેમજ પથ્થર વડે માર મારી જ્ઞાતી પ્રત્યે હડધ્ાુત કરી ધમકી આપેલ. અને આરોપીઓના ભયથી ગુણવંતભાઈને લાગી આવતા ઝેરી દવા પી જતા સારવાર માટે દવાખાને ખસેડાયેલ અને આરોપીઓ સામે ખાંભા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા. ના.પો.અધિ.એસ.બી.વોરા તપાસ ચલાવી રહ્યા છે.