ડેડાણમાં હોમગાર્ડ સ્ટાફનું હેલ્થ ચેકઅપ કરાયું

ડેડાણ,
ખાંભાના ડેડાણમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કોરોના વોરયસ હોમગાર્ડ સ્ટાફનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતુ. અમરેલી જિલ્લા કમાન્ડર શ્રી અશોકભાઈ જોષી ના નેતૃત્વમાં કોરોના ની કપરી મહામારી મા સમગ્ર જિલ્લામાં કોરોના વોરયસ તરીકે ફરજ બજાવતા હોમગાર્ડ જવાનો ના હેલ્થ ને લઈને મુખ્ય આરોગ્ય અધિકારી ડો. એફ. એફ. પટેલ ડો. જયેશ પટેલ . ડો. મીના . ડો. અજમેરા ના માર્ગદર્શન હેઠળ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને નોડલ ઓફીસર રાજેશ પટેલ દ્વારા તમામ હોમગાર્ડ જવાનો શોશયલ ડિસ્ટન્સ સાથે માસ તથા સેનીટાઈઝર કરી ટેમ્પરેચર પલ્સ એસ પી ઓ ટુ વગેરે ની તપાસ કરવામાં આવી તેમજ આ તપાસ દરમિયાન સિનિયર પ્લાન્ટુન કમાન્ડર ઘનશ્યામભાઈ કચ્છી તથા પ્રત્રકાર બહાદુર ભાઈ હિરાણી. તથા મોહસીન પઠાણ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.