ડૉ. ગોવિંદભાઇ ગજેરા કોરોના સામે બાથ ભીડવા સજજ જરૂર પડયે પોતાની હોસ્પિટલ પણ બંધ રાખી સેવામાં જોડાશે

અમરેલી,જેણે સ્વાઇન ફલુ વખતે અનુભવને કામે લગાડી અમરેલીમાં એક પણ દર્દીને મરવા નહોતા દીધા તેવા ડૉ. ગોવિંદભાઇ ગજેરા કોરોના સામે બાથ ભીડવા સજજ બન્યા છે તેમણે જરૂર પડયે પોતાની હોસ્પિટલ પણ બંધ રાખી સેવામાં જોડાશે તેવી જાહેરાત કરી છે રોગ સામે લડતા દર્દી અને તેના સ્વજનને માનસિક રીતે હળવા ફુલ કરી દેનારા ડૉ. ગજેરાની અનેક દંતકથાઓ સિવિલમાં ગુંજે છે જેમા સાહેબ મારા બાપા સાજા થઇજશેને ? તેવા સ્વજનના સવાલમાં જો તારા બાપાને કંઇ પણ થાય તો મારા બાપા લઇ જજે બસ ! કહી સૌને હસાવતા અને સ્વાઇન ફલુ સામે યાદગાર લડત આપનાર ડૉ.ગજેરા તથા ડૉ. યાદવ, ડૉ. સતાણી, ડૉ.કથીરીયાની ટીમ આજે પણ સજજ બની છે.