ડૉ. ભાવેશ મહેતાએ અમરેલીને પીવડાવેલ ઉકાળો જ ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા સુચવાયો

અમરેલી,અવધ ટાઇમ્સના કોલમીસ્ટ અને વિખ્યાત એસ્ટ્રોલોજીસ્ટ શ્રી રોહીત જીવાણીની લોકડાઉનની તારીખો સાચી પડયા બાદ અવધ ટાઇમ્સના વધ્ાુ એક કોલમીસ્ટની સિધ્ધી સામે આવી છે અમરેલીના ડૉ. ભાવેશ મહેતાએ એક માસ પહેલા થી જ આખા અમરેલીને પીવડાવેલ ઉકાળો જ ભારત સરકારના આયુષ મંત્રાલયે દ્વારા સુચવાયો છે.
ગઇ 18મી માર્ચેે અવધ ટાઇમ્સના કોલમીસ્ટ અને સરકારી આર્યુવેદીક હોસ્પિટલ અમરેલીના આરએમઓ ડૉ. ભાવેશ મહેતાએ સુચવેલ અને કેવી રીતે બનાવાય તેની જાણકારી આપી હતી દસમુળ કવાથ,પથ્યાદી કવાથ અને સુંઠ,મરી,પીપરમાંથી બનતુ ત્રીકુટનો ઉકાળો જ સરકારના આયુષ મંત્રાલયે સુચવ્યો છે આમા એક ઉમેરો ગળો સત્વનો કરાયો છે પણ આપણા નાના એવા અમરેલી શહેરની સરકારી આર્યુવેદીક હોસ્પિટલમાં કેવી પ્રતિભા છે તેની પ્રતિતિ આપણને થાય છે.