ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયન કોરોના પોઝિટિવ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયન કોરોના વાયરસના સંક્રમણમાં સંપડાઈ ગયા છે. વ્હાઈટ હાઉસે સોમવારના રોજ આ અંગે જાણકારી આપતા કહૃાું હતું કે ટ્રમ્પના ૫૪ વર્ષીય સહયોગી રોબર્ટ બ્રાયનમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા છે.
વ્હાઈટ હાઉસ તરફથી જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પ પ્રશાસનમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા ઓ બ્રાયન આઈસોલેશનમાં છે અને ત્યાંથી જ કામ કરી રહૃાા છે. વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને સંક્રમણનો કોઈ ખતરો નથી. ઓ બ્રાયન સંક્રમણની લપેટમાં આવનારા ટ્રમ્પ પ્રશાસનના અત્યાર સુધીના સૌથી વરિષ્ઠ અધિકારી છે.
દૃુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૧૬૪૭૪૬૨૨ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૬૫૪૦૦૭ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૯૫૬૬૨૩૪ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દૃુનિયામાં અત્યારે ૬૨૫૪૩૮૧ કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દૃુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દૃેશોની યાદૃીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.