ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર પર કમબેક મુશ્કેલ, એકાઉન્ટ પર બેન કાયમી યથાવત્ રહેશે

માઇક્રોબ્લોિંગગ સાઈટ ટ્વિટરે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તાવાર ટ્વિટર હેન્ડલને લઈને મહત્વની જાહેરાત કરી છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર પર કમબેક કરવું મુશ્કેલ જણાઈ રહૃાું છે. ટ્વિટરે જમાવ્યું છે કે તે ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટ પર મૂકાયેલો પ્રતિબંધ કોઈ કાળે હટાવી શકે તેમ નથી. ટ્વિટરના સીએફઓ નેડ સેગલના મતે જો ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૨૪ની રાષ્ટ્રપતિની ચૂંટણી લડે છે તો પણ તેમના એકાઉન્ટ ઉપર લગાવાયેલો પ્રતિબંધ હટશે નહીં. ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટ પર હાલ હંગામી પ્રતિબંધ લાગુ કરોય છે. સેગલે એક ઈન્ટરવ્યૂ દરમિયાન આ વાત જણાવી હતી.

ટ્વિટરના સીએફઓ મતે જ્યારે કોઈને પ્લેટફોર્મ પરથી હટાવવામાં આવે છે તો તેમને સંપૂર્ણ રીતે હટાવી દેવામાં આવે છે. પછી તે પૂર્વ નેતા હોય કે વર્તમાન મોટા નેતા હોય. અમે પારદર્શકતામાં વિશ્ર્વાસ ધરાવીએ છીએ અને અમને લાગે છે કે આ સારી બાબત છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના કેપિટલ હિલમાં થયેલી હિંસા બાદ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કાયમી પ્રતિબંધ લગાવાયો છે. ત્યારબાદ તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પ સોશિયલ મીડિયા પર જોવા મળ્યા હતા. તેમણે ગેબ પ્લેટફોર્મ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું છે. આ પ્લેટફોર્મના માધ્યમથી તેમણે એક પોસ્ટ પણ મુકી હતી.