ડોનાલ્ડ ટ્રમ્પનો ૧૪ વર્ષીય પુત્ર બેરૉન કોરોના પૉઝિટીવ

અમેેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોકેરોના વાયરસથી રિકવર થઈને સામાન્ય જીવનમાં પાછા આવી ચૂક્યા છે અને તે ચૂંટણી સભાઓમાં ભાગ લઈ રહૃાા છે. પરંતુ ટ્રમ્પનો ૧૪ વર્ષીય દીકરો બેરૉન કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે આ વિશે માહિતી આપીને કહૃાુ કે બેરૉન કોરોના વાયરસથી સંક્રમિત છે પરંતુ તેની અંદર આ વાયરસના કોઈ લક્ષણ નથી. મેલાનિયાએ કહૃાુ કે સૌભાગ્યથી તે એક મજબૂત છોકરો છે અને તેમની અંદર કોરોનાના કોઈ લક્ષણ નથી.
ડેસ મોઈન્સ, લોવામાં એક રેલી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહૃાુ કે બેરૉન હવે ઠીક છે. તેમણે કહૃાુ કે આ એક ઉદાહરણ છે કે છેવટે કેમ સ્કૂલને ફરીથી ખોલવી જોઈએ. ટ્રમ્પે કહૃાુ કે મને નથી લાગતુ કે બેરૉનને પણ ખબર હતી કે તે કોરોના વાયરસથી સંક્રમિત છે કારણકે તે આ લોકો યુવા છે અને તેમની ઈમ્યુન સિસ્ટમ ઘણી મજબૂત છે, આ લોકો કોરોનાથી લડી શકે છે. બાળકોને ફરીથી સ્કૂલે લાવો. વળી, મેલાનિયાએ કહૃાુ કે તેના લક્ષણ ઘણા ઓછા છે અને તેમને આશા છે કે ફર્સ્ટ લેડી તરીકે તે પોતાની ફરજોનુ પાલન કરવાનુ શરૂ કરશે. મેલાનિયાએ જણાવ્યુ કે મને શરીરમાં દૃુ:ખાવો, કફ અને માથાનો દૃુ:ખાવો થતો હતો અને મોટાભાગનો સમય ખૂબ જ થાક અનુભવતી હતી.